યુએસ ટ્રાવેલ પ્રતિબંધ: ટ્રમ્પે વધુ 36 દેશો પર નવા પ્રતિબંધોની યોજના બનાવી છે
ટ્રમ્પ વહીવટીતંત્ર ઓળખ દસ્તાવેજો અને વિઝા ઉલ્લંઘનના મુદ્દાઓને ટાંકીને 36 દેશો માટે મુસાફરી પ્રતિબંધોની સમીક્ષા કરી રહ્યું છે.
- Advertisement -
આ મેમો પર સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને શનિવારે યુએસ રાજદ્વારીઓને મોકલવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે સૂચિબદ્ધ દેશો પાસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત નવા નિયમોનું પાલન કરવા માટે 60 દિવસનો સમય છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર તેની પ્રવાસ પ્રતિબંધ નીતિને વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં રોઇટર્સના રિપોર્ટ મુજબ વધુ 36 દેશોના નાગરિકો સામે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ યાદીમાં ઘણા આફ્રિકન, કેરેબિયન અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ થાય છે.
બીજા કાર્યકાળની શરૂઆતમાં ટ્રમ્પે ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યા
- Advertisement -
અમેરિકાના વિદેશ મંત્રાલયના આંતરિક પત્રવ્યવહાર મુજબ, ટ્રમ્પે ચાલુ વર્ષે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં વિદેશી આતંકવાદીઓ અને અન્ય રાષ્ટ્રીય સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખી અમેરિકાને બચાવવા માટે જરૂરી હોવાનું જણાવીને 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. જેમાં શંકાના આધારે સેંકડો વેનેઝુએલાના નાગરિકોને અલ સાલ્વાડોર પાછા મોકલવાનો, તેમજ અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી કેટલાક વિદેશી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અટકાવવાના અને અન્યને દેશનિકાલ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વહીવટીતંત્ર તેમની પ્રવાસ પ્રતિબંધ નીતિનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે, જે 36 વધુ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ અંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો દ્વારા હસ્તાક્ષરિત આ પત્રવ્યવહારમાં આ 36 દેશો વિશે અનેક ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ દેશો 60 દિવસની અંદર નિર્ધારિત ધોરણો અને આવશ્યકતાઓને પૂર્ણ નહીં કરે, તો તેમના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ અથવા આંશિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
સંભવિત પ્રતિબંધનો સામનો કરી શકે તેવા 36 દેશ
આ 36 દેશોમાં અંગોલા, એન્ટિગુઆ અને બાર્બુડા, બેનિન, ભૂટાન, બુર્કિના ફાસો, કેપ વર્ડે, કંબોડિયા, કેમરૂન, કોટ ડી’આઇવરી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, જીબુટી, ડોમિનિકા, ઇથોપિયા, ઇજિપ્ત, ગેબન, ગામ્બિયા, ઘાના, કિર્ગીઝ્સ્તાન, લાઇબેરિયા, મલાવી, મૌરિટાનિયા, નાઇજર, નાઇજિરિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ, સેનેગલ, સાઉથ સુદાન, સીરિયા, તાન્ઝાનિયા, ટોંગા, તુવાલુ, યુગાન્ડા, વાનુઆતુ, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.
અમેરિકન વિદેશ વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક દેશોની સરકાર પોતાના નાગરિકોની વિશ્વસનીય ઓળખ વેરિફાઈ કરતી નથી. કેટલાક દેશોના પાસપોર્ટની સુરક્ષા પણ શંકાસ્પદ છે. આ ઉપરાંત, કેટલાક દેશો તેમના નાગરિકોને પાછા મોકલવામાં સહકાર આપતા નથી જેમને અમેરિકામાંથી દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા દેશોના નાગરિકો અમેરિકાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે, તેમ છતાં દેશ છોડતા નથી. પત્રવ્યવહારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દેશોના નાગરિકો અમેરિકામાં આતંકવાદી પ્રવૃત્તિઓ, યહૂદી વિરોધી અથવા અમેરિકન વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.
વર્તમાનમાં આ દેશોના નાગરિકો પર છે ટ્રાવેલ બૅન
અગાઉ 12 દેશમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો રિપબ્લિક, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઇરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરીકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તેમજ વધુ સાત દેશો – બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા દેશના લોકોના પ્રવેશ સામે પણ આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.