By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    9 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    9 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    10 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    11 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    8 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    9 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    9 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    10 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    11 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    11 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    11 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગ્રીનકાર્ડ કોના માટે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગ્રીનકાર્ડ કોના માટે છે?
Author

ગ્રીનકાર્ડ કોના માટે છે?

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 4:49 PM
Khaskhabar Editor 10 months ago
Share
5 Min Read
SHARE

ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

‘પરમેનન્ટ રેસીડન્ટ કાર્ડ’ જે પ્લાસ્ટીકનું એક વિઝિટિંગ કાર્ડના કદનું કાર્ડ છે એને આપણે સૌ ‘ગ્રીનકાર્ડ’ તરીકે ઓળખીએ છીએ કારણ કે આ કાર્ડ જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે એનો રંગ લીલો હતો. આથી એ ગ્રીનકાર્ડના નામથી પ્રચલિત થયું. ત્યારબાદ તો આ પરમેન્ટન્ટ રેસીડન્ટ કાર્ડે અનેકવાર એના રંગો બદલ્યા છે. આજે એનો રંગ સફેદ છે. જેમને અમેરિકામાં કાયમ રહેવું હોય એમને ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. ઈમિગ્રન્ટ વિઝા મળ્યા બાદ અમેરિકામાં પ્રવેશ્યા પછી એ ઈમિગ્રન્ટ વિઝાધારકને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી બક્ષતું પરમેન્ટન્ટ રેસીડન્ટ કાર્ડ એટલે કે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ મળેથી એ વ્યક્તિ અમેરિકામાં કાયમ માટે રહી શકે છે. અમેરિકા બહાર જાય તો ફરી પાછા અમેરિકામાં પ્રવેશવા માટે એણે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા મેળવવાની જરૂરિયાત નથી રહેતી. ફકત આ ગ્રીનકાર્ડ દેખાડતા એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવે છે. અમુક વ્યક્તિ એકલી પણ એનું ગ્રીનકાર્ડ કાયમનું શકે છે. ગ્રીનકાર્ડ સામાન્ય રીતે દસ વર્ષની મુદતનું આપવામાં આવે છે. એ સમય પૂરો થતાં ગ્રીનકાર્ડધારકે જો એણે ત્યાં સુધી નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટિઝનશીપ પ્રાપ્ત કરી ન હોય તો અરજી કરતા એનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે પણ એ સમયે ઈમિગ્રેશન ખાતું ચોકસાઈ કરે છે એ ગ્રીનકાર્ડધારકે અમેરિકાના કોઈ પણ કાયદાનો ભંગ નથી કર્યોને? ગ્રીનકાર્ડધારકનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો હોવો જોઈએ અને એ માટે એમણે જોઈ અને જાણી શકાય એવા કાર્યો કર્યા હોવા જોઈએ. ગ્રીનકાર્ડધારકો અમેરિકામાં ભણી શકે છે, નોકરી યા ધંધો કરી શકે છે, પ્રોપર્ટીઓ લે-વેચ કરી શકે છે, ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે ટૂંકામાં એક સામાન્ય માણસ એના દેશમાં જે જે કાર્યો કરી શકે એ સઘળા કાર્યો ગ્રીનકાર્ડધારક અમેરિકામાં કરી શકે છે. ફકત એને અમેરિકાની ચૂંટણીમાં ઊભા રહેવાનો કે મત આપવાનો અધિકાર નથી હોતો અને અમુક નોકરીઓ, જે ખાસ કારણોસર ફકત અમેરિકન સિટિઝનો માટે જ નિર્માણ કરેલ હોય છે એ તેઓ પામી નથી શકતા. મોટાભાગના ભારતીયો સિનિયર સિટિઝન થાય ત્યારબાદ જ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરતા હોય છે. એટલે ગ્રીનકાર્ડ મળેથી અમેરિકામાં જઈને તેઓ નોકરી યા ધંધો કરતા નથી યા કરી નથી શકતા. તેઓ ગ્રીનકાર્ડ ફકત એટલા માટે જ પ્રાપ્ત કરતા હોય છે કે અમેરિકામાં રહેતા એમના સંતાનોની સાથે તેઓ રહી શકે. એમની પાછલી ઉંમરમાં એમના સંતાનો એમની કાળજી લઈ શકે.

- Advertisement -

અનેકો ગ્રીનકાર્ડધારકોનો અમેરિકામાં કાયમ રહેવાનો મુદ્દલે ઈરાદો નથી હોતો. તેઓ ગ્રીનકાર્ડ ફકત એટલા માટે પ્રાપ્ત કરે છે કે એમના સંતાનો તેમ જ નજીકના સગાવહાલાઓ અમેરિકામાં કાયમી રહેતા હોય છે. આથી ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરતા તેઓ એમને ઈચ્છા થાય ત્યારે અમેરિકામાં પ્રવેશી અને ત્યાં રહી શકે છે. મોટાભાગના ગ્રીનકાર્ડધારકો એમની આવક, એમનો ધંધો, એમની ખેતીવાડી ભારતમાં હોય છે. અમેરિકાના ઈમિગ્રેશનના તેમ જ ઈન્કમટેક્સના કાયદાઓ હેઠળ ગ્રીનકાર્ડધારકોએ એમની વિશ્ર્વમાં કશે પણ, કંઈ પણ આવક હોય એની ઉપર ટેક્સ અમેરિકામાં ભરવાનો રહે છે. પણ લગભગ બધા જ ભારતીય ગ્રીનકાર્ડધારકો આ નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. અનેક ગ્રીનકાર્ડધારકો આ કાર્ડનો રેલવેના પાસની માફક ઉપયોગ કરે છે. મન ચાહે ત્યારે અમેરિકામાં થોડા દિવસ જઈને રહે છે. અનેકો ગ્રીનકાર્ડના નિયમોનો ભંગ ન થાય એ માટે છ મહિનાથી વધુ અમેરિકાની બહાર નથી રહેતા. તેઓ વર્ષના છ મહિના અમેરિકામાં રહે છે અને છ મહિના ભારતમાં રહે છે. આમ તેઓ કોઈ પણ કાયદાનું કે નિયમનું ઉલ્લંઘન નથી કરતા પણ એમનું આ રીતે રહેવું દર્શાવી આપે છે કે, એમને અમેરિકામાં કાયમ નથી રહેવું હોતું. તેઓ અમેરિકામાં નથી ઘરબાર લેતા, નથી પ્રોપર્ટી ખરીદતા, નથી બિઝનેસ કે નોકરી કરતા. આ બધું તેઓ ભારતમાં જ કરે છે. ગ્રીનકાર્ડધારક હોવા છતાં એમની ચાલચલગત એવું દર્શાવી આપે છે કે તેઓ અમેરિકામાં નહીં પણ ભારતમાં જ એમનું કાર્ય કરવા ઈચ્છે છે. જો અમેરિકાના ઈમિગ્રેશન ખાતાને એવું જણાય કે તો ગ્રીનકાર્ડધારકનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી તો એ વ્યક્તિ ભલે છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહેતી ન હોય પણ એના ઈરાદાઓ એ વાત છતી કરે છે કે તેઓ અમેરિકામાં કાયમ રહેવા નથી ઈચ્છતા. આવી વ્યક્તિઓના ગ્રીનકાર્ડ અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું, રદ કરી શકે છે, આથી જ જ્યારે વયસ્ક ગ્રીનકાર્ડધારકો છ મહિના ભારતમાં રહીને પછી નિયમનું ઉલ્લંઘન ન થાય એટલા માટે અમેરિકા જતા હોય છે ત્યારે બોર્ડર ઉપરના ઈમિગ્રેશન ઓફિસરો એમને જણાવતા હોય છે કે, ‘તમારો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી. તો શા માટે ગ્રીનકાર્ડ રાખો છો? એ સરેન્ડર કરી દો અને અમેરિકાના બી-1/બી-2 બિઝનેસમેનો અને વિઝિટરો માટેના વિઝા મેળવો. ગ્રીનકાર્ડ ફકત એવા જ પરદેશીઓ માટે છે જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છે છે. અમેરિકામાં કામધંધો કરવા ચાહે છે, જો રીટાર્યર થયા હોય તો રીટાર્યર લાઈફ પણ અમેરિકામાં જ ગાળવા ઈચ્છે છે. તેઓ ઈન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કરે છે, પ્રોપર્ટી અમેરિકામાં ખરીદે છે, બધી જ આવકો ઉપર ટેક્સ અમેરિકામાં ભરે છે. અમેરિકા વિરુદ્ધ અમેરિકાને નુકસાન પહોંચે એવું કોઈ પણ કાર્ય તેઓ કરતા નથી.’

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

TAGGED: Green Card
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હમને માના કી તગાફૂલ ન કરો કે લેકિન ખાક હો જાયેંગે હમ તુમકો ખબર હોને તક
Next Article અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?