મેયર ડૉ.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, ૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.
આજના સમયના શિક્ષણનો દિન-પ્રતિદિન ખુબજ મહત્વ વધતું જાય છે તેમજ દેશ ડીઝીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તમામ વ્યક્તિઓએ શિક્ષણ લેવું ખુબજ જરૂરી છે અગાઉના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ પાછળ હોવાથી સમાજમાં સાક્ષરતાનો પણ ખુબજ અભાવ હતો. સાક્ષરતા માટે ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા કામકરી રહી છે. આવી તમામ સામાજીક સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સરકાર દ્વારા પણ દેશના તમામ બાળક શિક્ષણ મેળવે તેમજ ખાસ કરીને દીકરીઓ શિક્ષણ મેળવે તે માટે “”બેટી પઢાવો, બેટી બચાવ”” અભિયાન ચાલી રહ્યું છે અને આંગણવાડીથી શરૂ કરી સરકારી પ્રાઈમરી સ્કુલોમાં બાળકોને પ્રોત્સાહન માટે ફ્રી બૂક, યુનિફોર્મ, શુઝ, સાયકલ, શિષ્યવૃત્તિ તેમજ ફ્રી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને સ્કુલોમાં પણ સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ફરીને વિશ્વ સાક્ષરતા દિને તમામ પરિવારો શિક્ષણ મેળવે તે બાબતે જાગૃત થાય તે માટે અપીલ કરવામાં આવેલ છે.



