નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે.
રાજ્ય સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.



