By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    7 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    7 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ – ઉપપ્રમુખના ચારિત્ર્ય પર આક્ષેપો: બન્ની ગજેરા સામે ત્રણ ગુના નોંધાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ – ઉપપ્રમુખના ચારિત્ર્ય પર આક્ષેપો: બન્ની ગજેરા સામે ત્રણ ગુના નોંધાયા
રાજકોટ

ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ – ઉપપ્રમુખના ચારિત્ર્ય પર આક્ષેપો: બન્ની ગજેરા સામે ત્રણ ગુના નોંધાયા

Khaskhabar Editor
Last updated: 2025/05/16 at 5:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

અશ્ર્વિન ઠૂંમર અને વિશાલ ખૂંટ અલ્પેશના મિત્ર છે, કામના બ્હાને મહિલાઓને ફસાવી ઉપયોગ કરે છે

આક્ષેપ કરતો વિડીયો ફેસબુકમાં અપલોડ કર્યો : સુલતાનપુર, ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા પોલીસમાં ગુના

- Advertisement -

11 લાખ આપો તો અલ્પેશના વિડીયો બંધ થશે : ‘મારો તો આજ ધંધો છે’ કહી જેતપુરના ઉદ્યોગપતિને ધમકી આપી

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગોંડલ

ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખના ચારિત્ર્ય પર આક્ષેપો કરતાં વિડીયો ફેસબુકમાં અપલોડ કરનાર જેતપુરના ભાવેશ ઉર્ફે બન્ની ગજેરા સામે વધુ ત્રણ ગુના નોંધાયા છે. પ્રમુખ અશ્વિન ઠૂંમર અને ઉપ પ્રમુખ વિશાલ ખૂંટ અલ્પેશ ઢોલરીયાના મિત્ર છે, કામના બહાને મહિલાઓને ફસાવી ઉપયોગ કરે છે તેવો આક્ષેપ થતાં તેમજ 11 લાખ આપો તો વિડીયો બંધ કરીશ તેમ કહી એક ઉધ્યોગપતિને ધમકી આપતા સુલતાનપુર, ગોંડલ તાલુકા અને જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.

- Advertisement -

બનાવ અંગે ગોંડલના ધૂળસીયા ગામે રહેતાં અશ્વિનભાઇ છગનભાઇ ઠુંમર ઉ.44એ જેતપુરના મોટા ગુંદાળા ગામના ભાવેશ ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે તે પટેલ સમાજમાં કોઇ સામાજિક, ધાર્મિક અને રાજકિય પ્રસંગો હોય તો તેમાં હાજર રહી સેવાકીય પ્રવ્રુતિમાં ભાગ લે છે અને ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તેમજ ધુડસીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે.

ગઈ તા.18/04ના સાંજે ઘરે હતાં ત્યારે મોબાઇલમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ સોશિયલ મિડીયા પર તેના ફેસબુક એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરેલ તે જોતા જેમાં ગોંડલ તાલુકાનાં ભાજપ પ્રમુખ તરીકે તે હોય જેથી તેઓ અને ગોંડલ તાલુકાના ભાજપ ઉપપ્રમુખ વિશાલભાઇ ખુંટ તે અલ્પેશભાઈ ઢોલરીયાના ખાસ માણસ છે, તે વિશાલ ખુંટ અને અશ્વિન ઠુંમર બન્ને મિત્ર છે વિશાલ ખુંટનો એક મિત્ર અમેરિકા છે તેના લગ્ન બાદ તે અમેરિકા રહે છે અને તેની પત્ની અહિંયા રહે છે, જેથી અમેરિકાવાળા મિત્રની પત્નીને કાંઇ કામ પડે કે વિઝા પાસપોર્ટ કે ટિકીટ બૂકીંગ કાંઈ કરવું હોય તો તે વિશાલ ખુંટને કહે છે, વિશાલ ખુંટે ત્રણેક કાર્યક્રમો કરી તેના મિત્રની ઘરવાળીને પરસ્ત્રી નિગમ થય ગયુ, ત્યારબાદ વિશાલ ખુંટનું મન ઉતરી ગયું અને એક શાક ન ભાવે ચાર-પાંચ શાક ભાવતા હોય એટલે વિશાલે તેના મિત્રની ઘરવાળીને પાસઆઉટની વાત કરેલ હતી, અને ફરિયાદીએ તેનો ઉપયોગ કર્યો તેવુ પણ આ બોલે છે તેમજ ગામની બાયુને આ લોકો મુકતા નથી જેવા અનેક આળ મુકતો વિડીયો સોશિયલ મિડીયામા આવતા અમારા ધ્યાન પર આવેલ છે, આ વિડીયોમાં સમાજની અને તેઓના મિત્રના મિત્રની ઘરવાળીના ચારિત્ર ઉપર આળ મુકી પ્રથમ તેના મિત્રને બાદ તેઓની સાથે અનૈતીક સંબંધો હોવા અંગે વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામી થયેલ હોય જેથી ફરીયાદ નોંધાવી હતી.

જ્યારે ભાવેશ ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે બીજી ફરીયાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગોંડલના દેવચડી ગામના વિશાલભાઇ ભીખાભાઈ ખુંટ ઉ.38એ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તાલુકા ભાજપ પક્ષમા તાલુકા ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. ગઇ તા.18/04/2025 ના તેઓ ઘરે હતાં ત્યારે તેમના ભાઈએ કહેલ કે, સોશિયલ મીડીયામાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ એક વીડીયો ફેસબુક ઉપર અપલોડ કરેલ છે જેમા તમારૂ અલ્પેશ ઢોલરીયા તથા અશ્વિનભાઈ ઠૂંમર બાબતે ખરાબ ભાષા બોલે છે તેમ વાત કરતા ફેસબુકમાં જોતા ભાવિન ઉર્ફે બન્નીએ વિડીયો અપલોડ કરેલ હોય જેમા ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુંમર તેમજ તેઓ અલ્પેશના ખાસ માણસ છે.

વિશાલ ખુંટ અને અશ્વિન ઠુંમર બન્ને મિત્ર છે વિશાલ ખુંટનો એક મિત્ર અમેરીકા છે, તેના લગ્ન થયા બાદ તે અમેરીકા અને તેની પત્ની અહીંયા એટલે તેની ઘરવાળીને કોઈ વિઝાનુ કામ હોય કે પાસપોર્ટ કે ટીકીટ બુકીંગનુ કામ હોય તો તે વિશાલ ખુંટને કહે અને વિશાલ ખુંટે ત્રણ એવા કાર્યક્રમો કરી તેને ફસાવી એટલે વિશાલ ખુંટ અને તેના મિત્રની ઘરવાળીને પરસ્ત્રી નિગમ થઇ ગયુ ત્યારબાદ વિશાલ ખુંટનુ મન ઉતરી ગયુ એટલે તેને તેના મિત્રની ઘરવાળીને અશ્વિન ઠુંમરને પાસ આઉટ કરેલ અશ્વિનભાઇ ઠુંમરે તેનો ઉપયોગ કરી હતી, ગામની બાયુંને આ લોકો મુકતા નથી તેવી આળ મુકતો વિડીયો સામે આવતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ગોંડલના ચરખડી ગામે રહેતાં અતુલકુમાર વિનોદરાય માવાણી ઉ.39 જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ત્રીજી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સાડીનું કારખાનું છે તેમજ સમાજના કાર્યકર્તા તરીકે કામ કરે છે ગઇ તા.23/03/2025ના ગોંડલ ખાતે પાટીદાર સમાજ તથા ક્ષત્રિય સમાજ એક સંયુક્ત પ્રેસ કોફોરન્સ યોજેલ હતી જેમાં ગોંડલમાં એક પાટીદાર યુવાન તથા ક્ષત્રિય સમાજના યુવાન વચ્ચે માર-મારેલનો બનાવ બનેલ જે બનાવનો વિડીયો વાયરલ થયેલ હતો જે અંગે સમાજના અમુક માણસો ખોટી અફવાઓ ફેલાવી બંન્ને સમાજને ગેરમાર્ગે દોરતા હોય જેથી પાટીદાર સમાજ તથા ક્ષત્રિય સમાજ વચ્ચે કોઇ ગેરસમજ ના થાય તે માટે પ્રેસ કોન્ફોરન્સ યોજેલ હતી, જે પ્રેસ કોન્ફોરન્સ બાદ સોશીયલ મિડીયા ફેસબુકમાં સમાજના આગેવાનો વિરૂધ્ધ ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તે પ્રેસ કોન્ફોરન્સ અંગે વિડીયો બનાવી સમાજના આગેવાનોને સમાજમાં બદનામ કરવાના ઇરાદે અભદ્ર ટીપ્પણીઓ કરી વીડીયો બનાવી સોશીયલ મિડીયામાં છેલ્લા ઘણા દિવસથી વાયરલ કરતો હતો જેથી સમાજમાં કોઈ ગેરસમજ ઉભી ન થાય અને આગેવાનોની બદનામી ના થાય.

જેથી ગઈ તા.24/03/2025 ના તેઓ મિત્ર રાકેશભાઇ કટારીયા, વિવેકભાઇ ચનીયારા તેઓની સ્કોર્પીયો ગાડીમાં ગોંડલથી બપોરના ધોરાજી પી.વી.સી. પાઈપ લેવા માટે નીકળેલ હતા. તે વખતે મોટા ગુંદાળા ગામે બ્રીજ પાસે પહોંચતા ત્યાં ભાવીન બન્ની ગજેરા ઉભો હોય જેથી તેની પાસે અમારી ગાડી ઉભી રાખી, ત્રણેય નીચે ઉતરી ભાવીન ઉર્ફે બન્ની પાસે જઇ તેને કહેલ કે, તું આ અલ્પેશભાઇ ઢોલરીયા વિશે સોશિયલ મીડીયામાં જે વીડીયા વાયરલ કરે છે તે સારૂ નથી લાગતું. અલ્પેશ ઢોલરીયા આપણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે. તે જીલ્લા ભાજપ પ્રમુખ, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન છે જેથી તું સોશીયલ મીડીયામાં તેના વીડીયો ન મુક તેમ સમજાવેલ તો આ ભાવીન ઉર્ફે બન્ની ગજેરા ત્રણેયને કહેવા લાગેલ કે, આ બધુ બંધ કરવું હોય, તો રૂપીયા 11 લાખ આપો તો હું આ સોશીયલ મીડીયામાં વીડીયો વાયરલ કરવાનું બંધ કરી દઉં નહિતર તો હું આવા વીડીયો બનાવી વાયરલ કરવાનું ચાલુ રાખીશ મારે સમાજ સાથે કાઇ લેવા દેવા નથી મારે રૂપિયા જોઈએ જો હોય તો બોલો નહિતર મારે કોઈ વાત કરવી નથી.

જેથી તેને સમજાવેલ કે, સમાજની બદનામી કરો છો અને રૂપિયાની પણ માંગણી કરો છો તે સારૂ ન કહેવાય જેથી તે બોલવા લાગેલ કે, મારે આ બાબતે પૈસા સિવાય વધુ કોઈ વાત કરવી નથી અને મારો તો આ જ ધંધો છે અને હવે તો આનાથી ખરાબ ભાષાના વીડીયો બનાવવાનું ચાલુ રહેશે તેમ કહી કહેલ કે, હવે તમે અહિયા થી જતા રહો બીજી વખત આ બાબતે મારી પાસે આવશો તો મજા નહી રહે અને જો મને કર્યાય નડશો તો તમને ખોઈ નાખવા પડશે તેમ ધમકી આપી ગાળો બોલવા લાગેલ તેમજ અલ્પેશભાઈ ઢોલરીયા વિશે પણ અપશબ્દો બોલવા લાગેલ હતો. તેમજ કહેલ કે, હવે તો તારા પણ ફોટા તથા વીડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ થશે અને તને પણ બદનામ કરી નાખીશ તેમ ધમકી આપેલ હતી.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે સમર ટ્રેનિંગ ક્લાસીસનો સમાપન સમારંભ યોજાયો
Next Article દામોદર ડેરી ફાર્મમાં 205 કિ.ગ્રા. અખાદ્ય સામગ્રી પકડાઈ : જથ્થાનો નાશ કરી, નોટિસ આપી સંતોષ માનતું RMC તંત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?