ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાજેજા દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને મદદ રૂપ બની પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવાની સૂચના મળતા સી.ડિવિઝન પીઆઇ વી.જે.સાવજ અને તેમની ટિમ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત 5.31 લાખનો મુદામાલ મૂળ વ્યક્તિઓને પરત કર્યો હતો.
મળતી વિગત અનુસાર સી.ડિવિઝન પોલીસ ખાતે ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત તેમ અલગ અલગ ગુનાહમાં બે મોબાઈલ ફોન જેની કિંમત રૂ.10,000 તથા રોકડા રૂ.1800 તેમજ છેતરપિંડીના ગુનામાં ગયેલ ઇનોવા કાર જેની કિમંત રૂ.5,00,000 અને એક મોટરસાઇકલ રૂ.રૂ.20,000 મળી કુલ રૂપિયા 5,31,800ના મુદામાલની રિકવરી કરી મૂળ માલીકને પરત કર્યો કરતા અરજદારોને પોતાની કિંમતી ચીજવસ્તુ મલીજાતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સી.ડિવિઝન પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને સાર્થક કર્યું હતું.



