ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાણીજન્ય રોગચાળા અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા 20 આઈસ ફેકટરી, પાણીના જગ વિતરણ કરતાં ધંધાર્થીઓને ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કમોસમી વરસાદના કારણે થતાં રોગચાળાને અટકાવવા માટે રાજકોટ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરની આઈસ ફેકટરી તેમજ પાણીના જગ વિતરકો પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એમ.પી.એન. કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ 100 એમ.એલ. પ્રમાણે 0 (શૂન્ય) એટલે એકસેલન્ટ, 1થી 3ને સેટીસફેકટરી, 4થી 9ને ઈન્ટરમીડીયેટ અને 10 કે તેથી વધુને અનસેટીસફેકટરી ગણવામાં આવે છે.
- Advertisement -
જે સેમ્પલના રીઝલ્ટ ઈન્ટરમીડીયેટ આવેલા છે તેમાં મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એકવા નીર વોટર સપ્લાયરનો સમાવેશ થાય છે તેમજ જે સેમ્પલના રીઝલ્ટ અનસેટીસફેકટરી આવેલા છે તેમાં માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેકટરી, જય ચામુંડા મિનરલ વોટર, ગોકુલ મિનરલ વોટર, યુ.વી. મિનરલ વોટર, એકવા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિન્કિંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ, કિશન ડ્રિન્કિંગ વોટર, સ્વર્ગ ડ્રિન્કિંગ વોટર, રોક એકવા, યુ.વી. વોટર, શિવક્તિ ડ્રિન્કિંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાયર, જહલ ડ્રિન્કિંગ વોટર. ઈન્ટરમીડીએટ તેમજ અનસેટીસફેકટરી રીઝલ્ટ આવેલ તમામ પાણી-બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવેલી છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેકશનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું મનપા આરોગ્ય વિભાગના અધિકારીની યાદીમાં જણાવાયું હતું.



