જૂનાગઢમાં તા.17 મેના રોજ રાજ્ય પોલીસ વડાની મુલાકાત
રાજ્ય DGP દ્વારા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે
- Advertisement -
રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ શનિવારે જૂનાગઢ આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તા.17 મે ના રોજ જૂનાગઢ મુલાકાતે પધારી રહ્યા છે. જેમાં ડીજીપી દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ યોજાશે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ તેમજ કાયદો વ્યવસ્થાને વધુ સુરક્ષા સંગીન બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આમ તો ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા દર મહિને રાજ્યના ઊંચ અધિકારીઓ સાથે જિલ્લના અલગ અલગ જગ્યા પર સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે.
- Advertisement -
જયારે આ સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં શનિવારે જૂનાગઢમાં યોજાશે જેમાં એપ્રિલ માસ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. જયારે રાજ્યના ડીજીપી જૂનાગઢ પધારતા હોઈ જેની તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી શનિવારે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જૂનાગઢ આવશે. તેઓને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મીટીંગ લેશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા, સુરક્ષા વધુ સંગીન બનાવવા માટે દર મહિને રાજ્યના પોલીસ અધિકારીઓની મીટીંગ યોજી માર્ગદર્શન આપી રહ્યા છે.
ગયા મહિને આવી મીટીંગ ગોધરા ખાતે યોજાઈ હતી અને હવે પછીની મીટીંગ આગામી તા. 17 મે શનિવારે જૂનાગઢ ખાતે મળશે. ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને મળનારી મિટિંગમાં રેન્જ આઈજી તથા રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરાના પોલીસ કમિશનર, આઈબી, સીઆઈડી ક્રાઈમ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મિટિંગ સહિતની તૈયારીઓ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. જેમાં એપ્રિલ માસની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ આઈજી, પોલીસ કમિશનર, ડીજી ઓફિસના અધિકારીઓ હાજર રહેશે. પોલીસ વિભાગની રાજ્ય, કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ ગાંધીનગરમાં થતી હોય છે પરંતુ આ વખતે આગામી તા. 17ના શનિવારે સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ જૂનાગઢ આઈજી ઓફિસ ખાતે યોજાશે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના તમામ રેન્જ આઈજી, ચાર મહાનગરના પોલીસ કમિશનર, ડીજી ઓફિસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઈન્ટેલીજન્સ બ્યુરોના વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેમાં એપ્રિલ 1 માસની પોલીસની કામગીરી અંગેનીઆ મિટિંગમાં સમીક્ષા કરવામાં આવશે. હાલ જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ પૂર્વેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.