બેડી – 3 સીટના સભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 3,50,000 મંજૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા પંચાયતના બેડી-3 સીટના સભ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) ની સ્વ.ભંડોળ ગ્રાન્ટ માથી રાજકોટ જિલ્લા પંચાયત સીટ બેડી-3 માં રામનગર ગામમાં સ્મશાનમાં પ્રાથના હોલ બનાવવાના કામ માટે રૂ.3,50,000 મંજૂર કરવામાં આવેલ છે અને આ ખાતમુર્હત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, જિગ્નેશભાઈ ડોબરિયા, ભાવેશભાઈ બોઘરા, વિશાલભાઈ વેકરીયા, આશિષભાઈ વિરાણી, દિનેશભાઈ ડોબરિયા, ખોડાભાઈ ડોબરિયા, જયસુખભાઈ ડોબરિયા, દિનેશભાઈ વિરાણી, જેરામભાઈ ડોબરિયા, છગનભાઈ બોઘરા, ગોરધનભાઈ વેકરીયા, ગોવિંદભાઈ વિરાણી, નીલ પીપળીયા, નેવીલ ડોબરિયા, હરિભાઇ ડોબરિયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



