વાહનો સહિત 1.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા ખાતે સૌથી મળતી ખનિજ ચોરી ચાલી રહી છે તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા વારંવાર દરોડો કરી આ ખનિજ ચોરી અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરે છે ત્યારે થાનગઢ ખાતે કોલસાની સાથે હવે સફેદ માટીના ખનન પર પણ દરોડો કરી આશરે 1.25 કરોડનીનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર થાનગઢ તાલુકાના અભેપાર ગામે સફેદ માટીનું ખનન ચાલતું હોય જેના પર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી જેસીબી, ડમ્ફર, બાઈક, ટ્રેક્ટર સહિત કુલ 1.25 કરોડનો મુદામાલ ઝડપી લીધો હતો જ્યારે આ સફેદ માટીની ખનિજ ચોરી માલિકીની જમીન બાજુમાં આવેલ સરકારી પડતર જગ્યા પર ચાલતી હોવાનું સામે આવ્યું હતું અને જેથી પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી કરનાર ઘૂઘાભાઈ મોહનભાઈ સોલંકી, ગોપાલભાઈ ઘૂઘાભાઈ સોલંકી રહે: બંને અભેપર ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે: સોનગઢ તથા મહેશભાઈ ખામાભાઈ કોળી રહે: અમરાપર વાળા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે આ સાથે સરકારી પડતર જમીન પર સફેદ માટીનું ખનન કરતા આ ઈસમો પર લેન્ડ ગ્રેબિંગ મુજબની કાર્યવાહી કરવાનું પણ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જણાવ્યું છે.