ઉબકાના બહાને મુસાફરની 17 હજારની રોકડ સેરવી લીધી હતી
તાલુકા પોલીસે ગુનાઇત ઇતિહાસ ધરાવતી ત્રિપુટીને દબોચી લઈ ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી ઊલટી ઉબકાના નાટક કરી થુકવા ઉભા થઈ મુસાફરની નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી પાકીટ અને રોકડની ચોરી કરતી રિક્ષા ગેંગને તાલુકા પોલીસે ઝડપી લીધી હતી. રાજકોટના નાનામવા રોડ પર રહેતા આધેડને મુસાફર તરીકે બેસાડી 17 હજારની રોકડ ચોરી લીધી હતી હોય આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન તાલુકા પીઆઇ ડી એમ હરિપરા અને ટીમે બાતમી આધારે આ ગુનામાં સંડોવાયેલ કોઠીકમ્પાન્ડ, રેલ્વે કવાર્ટરમાં રહેતા ધનજી ઉર્ફે ઘનો ઉર્ફે જાડો દેવજીભાઈ ગોડાણી ઉ.પર, રૂખડીયા પરાના અમીત ઉર્ફે બેરો દિનેશભાઈ ઉકેડીયા ઉ.22 અને વિશ્વનગરના કવાર્ટરના શિવમ ઉર્ફે રાજા અજયસિંહ રાજપુત ઉ.21ને કટારીયા ચોકડી નજીકથી પકડી લઈ રિક્ષા અને 17 હેજારની રોકડ સહિત 57 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે આરોપી ધનજી અગાઉ ચોરી, દારૂ, હદપારી ભંગ સહિત 14 ગુનામાં, અમિત ચોરી, દારૂ સહિત 11 ગુનામાં અને શિવમ દારૂ સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.



