ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન 2025-27ના પ્રથમ પ્રોગ્રામ શપથવિધિના કાર્યક્રમનું શાનદાર આયોજન હેમુ ગઢવી મીની હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. સાલ 2025-27ની શપથવિધિ સમારોહમાં જેએસજી રાજકોટ મીડટાઉનના પ્રમુખ તરીકે ચિરાગભાઈ દોશીને સૌરાષ્ટ્ર રિજિયન ચેરમેન સેજલભાઈ કોઠારી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર રિજિયનના સેક્રેટરી મેહુલભાઈ દામાણી દ્વારા ઓફીસ બ્રો.ના ઉપપ્રમુખ ફેનીલભાઈ મહેતા, સેક્રેટરી પરાગભાઈ દોશી, જોઈન્ટ સેક્રેટરી હેમાંગભાઈ પારેખ, ટ્રેઝરર કીર્તિભાઈ દોશી તથા કમિટી મેમ્બરો બીપીનભાઈ મહેતા, ભરતભાઈ વખારીયા, તન્મયભાઈ શાહ, અમીષભાઈ દોશી, જીતેન્દ્રભાઈ લાખાણી, ઈલેશભાઈ લાખાણી, અતુલભાઈ મહેતા શપથવિધિ કરાવી હતી. આ કાર્યક્રમમાં જ્વલંતભાઈ છાયા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર રિજિયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ફેડરેશનના આઈ.ડી. નિલેશભાઈ કામદાર, સૌરાષ્ટ્ર રિજિયનના વાઈસ ચેરમેન જયેશભાઈ વસા, સૌરાષ્ટ્ર રિજિયનના સેક્રેટરી મેહુલભાઈ દામાણી અને જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી, રાજકોટ ઝોન કો-ઓર્ડિનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સેજલબેન મનીષભાઈ દોશી, હીરબેન એમ. દામાણી, મીરાબેન દોશીએ વિશેષ હાજરી આપી હતી. નવા વરાયેલા પ્રમુખ ચિરાગભાઈ દોશી તથા તેમની ટીમને વર્ષ 2025-27 માટે શપથગ્રહણ કરાવ્યા હતા અને અભિનંદન પાઠવેલા હતા.