રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ, અનેક રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યાં ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખાસ ખબર આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ – 2025નો તા. 21 એપ્રિલ 2025થી દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રી વીરેન્દ્ર સિંહ ઝાલા, મનીષ રાડીયા, દેવાંગ માંકડ, પૂર્વ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, કશ્યપ શુકલા, નેહલ શુકલા, અજય પરમાર, ડો. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, રાજકોટ બ્રમ્હ સમાજના પ્રમુખ દર્શિત જાની, નીરેન જાની સહિતના અનેક રાજકીય, સામાજિક આગેવાનો અને વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખાસ ખબર આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની સરાહના કરી તેમજ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાને વખાણી હતી. પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. પહેલા દિવસે કુલ 5 મેચો રમાઈ હતી. જેમાં વિજેતા ટીમને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાઈ હતી, તેમજ મેન ઓફ ધ મેચ બનેલા ખલાડીઓનું પણ બહુમાન કરાયું હતું. આ સિવાય કોમેનટેટર્સે પણ કોમેન્ટ્રી કરી ઉપસ્થિત સૌ કોઈને મોજ કરાવી હતી.
- Advertisement -
પ્રથમ દિવસની વિજેતા ટિમ
મનહર પ્લોટ (વિજયી) દત શ્રી રામ ડઈં
સંત કૃપા (વિજયી) દત રોક સ્ટાર
મીડિયા ડઈં દત પૂજારા ડઈં (વિજયી)
રાજાધિરાજ (વિજયી) દત માહી
જય વડવાળા (વિજયી) દત રૈયા ડઈં
મેન ઓફ ધ મેચ રહેલા ખેલાડીઓની યાદી
સરફરાઝ – જય વડવાળા
જયેશ જેઠવા – રાધાધિરાજ
પ્રદ્યુમન સિંહ જાડેજા – પુજારા ડઈં,
જગુભા રાણા – સંત કૃપા
ગજેન્દ્રસિંહ – મનહર પ્લોટ
આજે કયા મેચ રમાશે
જય રામનાથ દત લાયન વેકરી ગોંડલ
બાહુબલી દત આર 9
લાયન 11 દત ગુજરાત
એમ એસ દુગલી દત વિશ્વકર્મા