By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    8 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મમતા સરકારને મોટો ઝટકો આપતા, સુપ્રીમ કોર્ટે 25000 શિક્ષકોની નિમણૂક રદ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મમતા સરકારને મોટો ઝટકો આપતા, સુપ્રીમ કોર્ટે 25000 શિક્ષકોની નિમણૂક રદ કરી
રાષ્ટ્રીય

મમતા સરકારને મોટો ઝટકો આપતા, સુપ્રીમ કોર્ટે 25000 શિક્ષકોની નિમણૂક રદ કરી

Khaskhabar Editor
Last updated: 2025/04/03 at 1:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

નિમણૂક છેતરપિંડીથી કરવામાં આવી છે, એટલે તે છેતરપિંડી સમાન : સુપ્રીમ કોર્ટ

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ભ્રષ્ટ હતી

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. મમતા સરકારને મોટો ઝટકો આપતા, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો. ભરતીમાં અનિયમિતતાને કારણે, 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકો રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જે ઉમેદવારોની નિમણૂકોને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, તેઓએ તેમનો પગાર પણ પરત કરવો પડશે.

ચીફ જસ્ટિસની બેન્ચે સુનાવણીમાં શું કહ્યું? 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું, “અમને હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી જેમાં કહેવામાં આવ્યું હતું કે કલંકિત ઉમેદવારોની સેવાઓ અને તેમની નિમણૂક રદ કરી દેવામાં આવે અને તેમને તેમનો પગાર પરત કરવાનું કહેવામાં આવે. તેમની નિમણૂક છેતરપિંડી દ્વારા કરવામાં આવી હતી, તેથી તે છેતરપિંડી સમાન છે.”

- Advertisement -

જોકે, જે ઉમેદવારોની ભરતી યોગ્ય રીતે થઈ હતી, તેમની પણ નિમણૂક રદ કરવામાં આવી છે, પરંતુ તેમને પગાર પરત નહીં કરવો પડે. આવા ઉમેદવારો જે પહેલાથી જ કોઈપણ અન્ય સરકારી વિભાગમાં કાર્યરત હતા તેઓ તેમના જૂના વિભાગમાં ફરીથી અરજી કરી શકે છે. અરજી પર 3 મહિનાની અંદર પ્રક્રિયા કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, વર્ષ 2016 માં, પશ્ચિમ બંગાળ સ્કુલ સેવા આયોગ (WBSSC) એ સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં 25,000 થી વધુ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી કરી હતી. પરંતુ પાછળથી, આ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને કૌભાંડનો ખુલાસો થયો. તપાસમાં જાણવા મળ્યું કે ઘણા ઉમેદવારોએ છેતરપિંડી અને લાંચ આપીને નોકરી મેળવી હતી.

5 થી 15 લાખ રૂપિયા સુધી વસૂલી નોકરી આપી? 

કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી 5 થી 15 લાખ રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.

પહેલાં શું થયું હતું?

ગયા વર્ષે 7 મેના રોજ સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. પરંતુ હવે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે સમગ્ર પસંદગી પ્રક્રિયા ખોટી હતી અને તેને ચાલુ રાખી શકાતી નથી. આ નિર્ણય પછી, પશ્ચિમ બંગાળ સરકારને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે, અને હજારો ઉમેદવારોને હવે ફરીથી નોકરી માટે અરજી કરવી પડી શકે છે.

ત્રણ મહિનામાં નવી ભરતી 

2016માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 25 હજારથી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે, કે અમે તથ્યોની સમીક્ષા કરી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા જ હેરફેર અને છેતરપિંડીથી દૂષિત છે જેના કારણે વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. નિયુક્ત થયેલા ઉમેદવારોએ અત્યાર સુધીનું વેતન પરત આપવાની જરૂર નથી.

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: Mamata government, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસીપ્રોકલ ટેરીફની અસર: શેરબજારોમાં કડાકો, સોનામાં તેજી દેખાઈ
Next Article સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણને ધ્વસ્ત કરવાનો ઈરાદો: સોનિયા ગાંધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?