ખાસ-ખબર ન્યૂઝ હારીજ
હારીજ હાઇવે પર 10 વર્ષ અગાઉ એક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તે સમયથી ટ્રેલર હાઇવે પરથી ખસેડી અંદરની સાઈડમાં કરવામાં આવ્યું હતું જેથી 10 વર્ષ જેટલો સમય વીતવા છતાં ભંગાર હાલતમાં પડેલ ટ્રેલર નડતરરૂપ બનતું હોવાથી ટ્રેલરને ખસેડવા માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
10 વર્ષ અગાઉ હારીજ હાઇવે પર એક ટ્રેલર અને ઇન્ડિકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શક્ષમશલજ્ઞ કારમાં બેઠેલા પાંચથી છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ ટ્રેલર રોડની સાઈડમાં પડ્યું રહ્યું હતું. રોડની સાઈડમાં ટેલર હાઇવે પર અડચણરૂપ બનતું હોવાથી આજુબાજુના વેપારીઓએ અને સ્થાનિક જોગણીમાં યુવક મંડળ ,નગર વિકાસ કમિટી સભ્યો દ્વારા રજૂઆત કરી હતી જેમાં અકસ્માત બાદ ટ્રેલરની બાજુમાં જોગણી માતાજીનું મંદિર આવેલું હોય ભંગાર ટ્રેલર નડતરરૂપ હોવાથી તેમજ આજુબાજુમાં બાવળના ઝુંડ જામી જતા જેના કારણે ગંદકીનો માહોલ સર્જાતો હોવાથી જોગણી માતાજીના મંદિરે જતા શ્રદ્ધાળુઓને આજુબાજુના રહીશો તેમજ વેપારીઓને નડતરરૂપ બનતું હોવાથી સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ નગર વિકાસ કમિટી દ્વારા હારીજ પોલીસ સ્ટેશનને ટ્રેલરને ખસેડવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.



