શહેરના વોર્ડ નં.૦૬માં આવેલ આજીડેમ ચોકડી પાસેના માંડા ડુંગર વિસ્તારમાં આવેલ અનમોલ પાર્ક, માનસરોવર પાર્ક, શ્રીરામ પાર્ક, રામ પાર્ક, તુલસી પાર્ક, શિવમ પાર્ક, સુંદરમ પાર્ક, રામેશ્વર પાર્ક, સત્યમ પાર્ક, દેવકીનંદન સોસાયટી, ગજેરા પાર્ક, સોમનાથ સોસાયટી, બાલાજી પાર્ક, પરશુરામ સોસાયટી, દીનદયાળ પાર્ક, માધવ વાટિકા, ભીમરાવનગર, ગોકુલ પાર્ક વિગેરે વિસ્તારોમાં અંદાજીત ૨૫ થી ૩૦ હજારની માનવ વસ્તી છે. આ માનવ વસ્તીની સુવિધા માટે આ વિસ્તારોમાં ગેસ પાઈપલાઈન નાખવા વોર્ડ નં.૦૬ના કોર્પોરેટરઓ દેવુબેન મનસુખભાઈ જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા દ્વારા ગુજરાત ગેસ કંપની લિ.ને લેખિત રજુઆત કરવામાં આવેલ. આ અંગે, મહામંત્રી વિરમભાઈ રબારી, પૂર્વ મહામંત્રી જગાભાઈ રબારી, વાસુરભાઈ આહીર, જીગાભાઈ સગર, સંજયપુરી ગોસ્વામી, સુરેશભાઈ કુવાડીયા, વિભાભાઇ રબારી, વિરમ ચૌહાણ, શોભનાબેન ગજેરા, મનીષાબેન ખંધેડીયા, ગીતાબેન સોનારા, રમેશભાઈ મારાજ, ધનંજયસિંહ, સુભાષભાઈ માંડાણી, લાલાભાઈ બામ્ભા, વિજયભાઈ સભાડ, મયુરભાઈ ગઢવી, જે.ડીસરવૈયા, જગદીશ સાકરીયા, ઘનશ્યામભાઈ બોરીચા, ગોવિંદ મુછડીયા, જનકભાઈ વાઘેલા, હેભલભાઈ આહીર, વિગેરે દ્વારા રજૂઆત કરવામાં આવેલ.



