નવી પેઢીમાં શિક્ષણના માધ્યમથી સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવા માર્ગદર્શન મેળવ્યું
પાલીતાણા સ્થિત બનાસકાંઠા ધર્મશાળામાં ચાલી રહેલ ઉપધ્યાન તપમાં જેમની શુભ નીશ્રા છે તેવા અધ્યાત્મ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્યશ્રી યોગતિલક સૂરીશ્વરજી મહારાજાને વંદન કરવા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને હાલમાં બનાસક્ષ નવી પેઢીમાં શિક્ષણના માધ્યમથી સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવા માર્ગદર્શન મેળવ્યું
પાલીતાણા સ્થિત બનાસકાંઠા ધર્મશાળામાં ચાલી રહેલ ઉપધ્યાન તપમાં જેમની શુભ નીશ્રા છે તેવા અધ્યાત્મ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્યશ્રી યોગતિલક સૂરીશ્વરજી મહારાજાને વંદન કરવા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને હાલમાં બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા પૂજ્ય શ્રીને વંદન કરવા આવ્યા હતા. તેમણે વ્યાખ્યાનમાં હાજરી આપી અને જિનવાણીનું શ્રવણ કર્યું હતું. વ્યાખ્યાન દરમિયાન ઉપધ્યાન તપના લાભાર્થી પરિવાર તરફથી ધીરુભાઈ શાહ થરા, ભરતભાઈ મુજપુરીયા અમદાવાદએ તેમનું બહુમાન કર્યું હતું. આ દરમિયાન લાભાર્થી પરિવારના જીગરભાઈ મુજપુરિયા ઝાંઝર જ્વેલર્સ અમદાવાદની પણ ઉપસ્થિતિ રહી હતી.
- Advertisement -
વ્યાખ્યાન બાદ કિર્તીસિંહ વાઘેલાએ પૂજ્ય શ્રી પાસે વર્તમાનમાં શિક્ષણની અંદર સંસ્કૃતિ-ધર્મ અને દેશ-સમાજ આ વિષય ઉપર શું સારું કરી શકાય અને નવી પેઢીમાં શિક્ષણના માધ્યમથી સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કેવી રીતે થઈ શકે એ માર્ગદર્શન મેળવ્યું હતું. આ અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પાલીતાણાની મુલાકાતે આવ્યા હતા અને પૂજ્ય શ્રી સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.કાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા પૂજ્ય શ્રીને વંદન કરવા આવ્યા હતા. તેમણે વ્યાખ્યાનમાં હાજરી આપી અને જિનવાણીનું શ્રવણ કર્યું હતું. વ્યાખ્યાન દરમિયાન ઉપધ્યાન તપના લાભાર્થી પરિવાર તરફથી ધીરુભાઈ શાહ થરા, ભરતભાઈ મુજપુરીયા અમદાવાદએ તેમનું બહુમાન કર્યું હતું. આ દરમિયાન લાભાર્થી પરિવારના જીગરભાઈ મુજપુરિયા ઝાંઝર જ્વેલર્સ અમદાવાદની પણ ઉપસ્થિતિ રહી હતી. વ્યાખ્યાન બાદ કિર્તીસિંહ વાઘેલાએ પૂજ્ય શ્રી પાસે વર્તમાનમાં શિક્ષણની અંદર સંસ્કૃતિ-ધર્મ અને દેશ-સમાજ આ વિષય ઉપર શું સારું કરી શકાય અને નવી પેઢીમાં શિક્ષણના માધ્યમથી સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કેવી રીતે થઈ શકે એ માર્ગદર્શન મેળવ્યું હતું. આ અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પાલીતાણાની મુલાકાતે આવ્યા હતા અને પૂજ્ય શ્રી સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.