રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિતે રાખડી હરીફાઈનું આયોજન તથા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને દીર્ઘ આયુષ્ય તથા રક્ષા માટે શુભેચ્છા આપી રાખડી બાંધશો.
આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષી ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત દિવસ જોયા વગર ધ ગ્રેટ કોરોના વોરિયર તરીકે યશસ્વી કામગીરી કરેલ છે. કોરોના જેવા મહાયુદ્ધમાં ભીષ્મપિતામહ બની ગુજરાતની જનતા માટે યશસ્વી કામગીરી કરેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ માટે રક્ષાબંધનના પાવનપર્વ અનુલક્ષી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી મોકલી દીર્ઘ આયુષ્ય તથા રક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવશે.
- Advertisement -
તેમજ રક્ષાબંધન અનુલક્ષી માન. અંજલીબેન રૂપાણી (પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), કિરણબેન માકડીયા(પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), લીનાબેન રાવલ (મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો) તથા કિરણબેન હરસોડા(મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.


