By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    5 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    5 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    4 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    5 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    5 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છોકરામાંથી પુરુષ બનવાની ઘટના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > છોકરામાંથી પુરુષ બનવાની ઘટના
Author

છોકરામાંથી પુરુષ બનવાની ઘટના

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 4:12 PM
Khaskhabar Editor 1 year ago
Share
10 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

આપણે અહીંયા તો રુડયાર્ડ કીપલિંગ તેમની નવલ જંગલબુકના લીધે જાણીતા છે પણ તેના સિવાય તેઓ એક બહુ સારા કવિ પણ હતા. તેમની ઘણી કવિતાઓમાંથી વાત કરવી છે એક અતિપ્રખ્યાત રચનાની. ઈંગ્લીશમાં ક્લાસિક ગણાતી તે કવિતાની થીમ તો ભારત માટે વધુ રીલેવન્ટ છે. અબ્રાહમ લિંકને પોતાના બાળકના શિક્ષકને લખેલા પેલા પત્રની જેમ આ કવિતામાં પણ કિશોરવયમાં પ્રવેશેલા દીકરા માટે જીવનના મહામૂલા પદાર્થપાઠ છે. હવે વધુ કંઈ ચર્ચા કરતા તે કવિતા જ જોઈએ. ઉપર મૂળ કાવ્ય આપેલું છે જ્યારે અહી એકએક પંક્તિ કે જેનો અનુવાદ મેં કર્યો છે તે સમજીએ.

- Advertisement -

જો તું ગુમાવે નહી તારું મગજ જ્યારે સૌ લોક
તે ગુમાવતા હોય અને મૂકતા તારી પર હોય આરોપ
જો સૌ કોઈ તારી પર શંકા કરતા હોય
ત્યારે જાળવ આત્મશ્રદ્ધા
સાથે સાથે તેની શંકાઓને પણ આપ થોડી જગા
જો તું ધીરજ ધરે અને જા ન તેનાથી કંટાળી
જો તું ધીરજ ધરે અને જા ન તેનાથી કંટાળી
જ્યારે તને જૂઠ મળે પણ તેનો બદલો જૂઠથી દે ન વાળી
અથવા જ્યારે તને નફરત મળે
તું ન દે એને સ્થાન ખાલી
છતાં ન કર યત્ન દેખાવા સજ્જન ન કરે શાણી વાતો ઠાલી

સમગ્ર જીવન એ અટેચમેન્ટ અને ડિટેચમેન્ટનો ખેલ છે. સપના જોવા અને તેને પૂરા કરવા પૂરી લગનથી આયાસ કરવા પણ એટલું બધુ પણ તેની સાથે અટેચ ન થઈ જવું કે તેને સાકાર કરવા શોર્ટકટ લેવા પડે. ભગવદગીતાના સ્થિતપ્રજ્ઞતાના બોધ કે માર્કસ ઓરેલીયસના સ્ટોઈસીઝમ સાથે સામ્ય ધરાવતી આ પંક્તિમાં હારજીતને એક જ સરખી રીતે સ્વીકારવાની વાત છે. બીજાની ભલાઈની વાત વિચારતા માણસ સાથે જ મોટેભાગે ભલું ન થતું હોય કારણ કે એવા સજ્જનો ખટસવાદિયા માણસોને આંખમાં કણાની માફક ખૂંચત હોય છે એટલે જેના લેવલને પહોંચી ન શકાતું હોય એવા કૃષ્ણને નીચે પાડવા શિશુપાળો ખાલી પોતાની જબાન જ ચાલવું શકે. એવું કામ કરી શકતા હોટ તો કૃષ્ણ ન અબની ગયા હોત! અહી અન્ડરલાઇન કરવા જેવી વાત એ છે કે વાત સહન કરવાની છે. શિશુપાળ જેવા વંઠેલ વિલનો તો અમુક જ હોય પણ એમને પીઠબળ મળતું હોય તેમની વાતોમાં આવતા સામાન્ય લોકોનું કે જે ભોળા હોય છે. કૃષ્ણે શિશુપાળ પર સુદર્શનચક્ર ચલાવ્યું પણ અંતમાં ગાંધારીએ શ્રાપ આપ્યો તો તે સાક્ષીભાવથી સ્વીકારું લીધું પણ ખરું. સ્વીકારો કે ન સ્વીકારો પણ વાત એ જે છે કે બધા લોકોની સામે થઈને તેમની ખફગી વહોરવાને બદલે તેમનો કોપ સ્વીકારીને તેમને તેમની ભૂલોનું ભાન કરાવી શકાય છે. બાકી વિધાતાનો ખેલ કોઈ સમજી શક્યું નથી. બહુ મહેનત કરીને બનાવેલું ઘર પણ દરિયાના મોજાની એક થપાટથી ધરાશાયી થઈ જાય છે અને ફરી એક યોદ્ધાની જિજીવિષા વડે તેને ફરી બનાવવું પડે છે. તૂટેલા દિલ સાથે પણ જીવવું પડે છે.

જો તું તારી બધી સિદ્ધિઓને ભેળી કરી એકસાથે
સહસા જ લગાવી શકે દાવ પર ભાગ્યને હાથે
થા પરાજિત અને કર નવેસરથી શરૂઆત
ન કોઈ શબ્દ એવો બોલ જે દર્શાવે જુના આઘાત
જો હોય તારામાં એ ત્રેવડ કે હૈયા,
હામ ને સ્નાયુને સજ્જ કર
ભલે એ હારી બેઠા હોય પણ સાચવી લે આ અવસર
જો તું ટોળા સાથે વાતો કરીને પણ
જાળવી રાખે સદાચારને
રાજાઓ સાથે ચાલ પણ
ભૂલી ન જા સાદાઈના સંસ્કારને
જો તું આગળ ધપતો જ રહે જ્યારે
તું ભીતરથી હોય સાવ ખાલીખમ
પણ હોય એક ઈચ્છા કે જે કહેતી રહે બઢાવ કદમ.

- Advertisement -

આમ તો આગળની કહેલી વાતોનું જ પુનરાવર્તન છે પણ અમુક વાતો મસ્ત કહી છે. પ્રતિભા કે કળા વડે સંપન્ન ઘણા હોય છે પણ એ ઘણામાંથી સાવ થોડા જ શામાટે ટોચ પર પહોંચે છે? કારણ છે સાહસ, ડેરિંગ. પોતાની પ્રતિભામાં અખૂટ અને અતૂટ શ્રદ્ધા રાખીને તેને ભરોસે વિધાતાની સામે ઝંપલાવનાર જ વિજયશ્રીને વરી શકે છે. પેલું કહેવાય છે ને કે વીરા ભોગ્યા વસુંધરા. સતત કકળાટ ઠાલવવાને બદલે તે હતાશા, રોષ કે પીડાને પોતાની ગાડીનું ઈંધણ બનાવીને જ આગળ વધી શકાય છે. રાજ કપૂરના જોકરની જેમ ધ શો મસ્ટ ગો ઓનની વાત જ કહી છે.

જો તું ટોળા સાથે વાતો કરીને પણ જાળવી રાખે સદાચારને
રાજાઓ સાથે ચાલ પણ ભૂલી ન જા સાદાઈના સંસ્કારને
જો શત્રુ હોય કે પરમ મિત્ર દુભાવી ન શકે તારું હૃદય
બધા તારી પર આધાર રાખે પણ એ ન હોય અતિશય
જો તું કરી શકે ક્રોધભર્યા એ સમયને પસાર
તે સમયે ધરી શકે ધીરજને લગાર
તો આ ધરતી અને તેનું સર્વસ્વ બની જશે તારા
એથી પણ સારું એ કે તું બની જઈશ
પુરુષ ઓ પુત્ર મારા

છેલ્લે, બહુ મહત્વની વાત કરી છે કે પ્રસિદ્ધ, લોકપ્રિય બનવા છતાં પોતાના માહ્યલાને ભ્રષ્ટ ન થવા દેવાની. સાદગી, સરળતા, નિખાલસતા જેવા ગુનો હંમેશા ટ્રેનિ્ંડગ જ હોય છે એ ક્યારેય આઉટડેટેડ થતા નથી. હેમેન શાહની પેલી એક મસ્ત ગુજરાતી કવિતા છે ને;

અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.

તેના સિવાય, નિર્લેપભાવે કામ કરવાની વાત છે. અંતે તો ખરેખર દુ:ખી કરનારા તો પોતાના જ હોય છે એટલે અમુક હદ પછી લોકોથી પછી તે નજીકના હોય કે દૂરના થોડું અંતર રાખીને જ કામ કરવું હિતાવહ છે. માણસો તમારા પર આધાર રાખે એ બેશક તમારી વિશ્વાસપાત્રતાનો પુરાવો છે પણ માણસોને તમારા એટલા ઓશિયાળા પણ ન બનાવો કે તમારા પછી તેમનું જીવન થંભી જાય. તેના સિવાય ક્રોધને પણ પી જવાની વાત છે પણ અગેઇન ચીલાચાલુ સાધુસંત જેવા થવાની તરફેણ નથી કરી. વારંવાર આવતો ગુસ્સો સમજશક્તિનો નાશ કરી નાખે છે પ્લસ માણસોને પણ તમને ટ્રિગર કરવાનો મોકો મળતો રહે છે. તેના બદલે મન પર કાબૂ કારીને ગુસ્સાને સાર્થકરીતે વ્યક્ત કરીને જ એક કિશોર પુરુષ બની શકે. સાવ છેલ્લી બે લીટીમાં કવિ આ બધી શરતોનું પાલન કરનારને શું ફળ મળે છે તેની વાત કરે છે. ધન, ઐશ્વર્ય મેળવવા કરતા પણ મહત્વનું છે પુરુષ બનવું એટલે કે માનસિક અને ભાવનાત્મક રીતે પરિપકવ બનવું.

પ્રસ્થાન:
If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don’t deal in lies,
Or being hated, don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise:

If you can dream—and not make dreams your master;
If you can think—and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you’ve spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build ’em up with worn-out tools:

If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: ‘Hold on!’

Ifyou can talk with crowds and keep your virtue,
Or walk with Kings—nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that’s in it,
And which is more you’ll be a Man, my son!
_ Rudyard Kipling

પૂર્ણાહુતિ:
એણે બધું શીખવું જ પડશે. હું જાણું છું કે દુનિયામાં બધા માણસો ન્યાયી જ નથી હોતા કે સાચા નથી જ હોતા. પણ એને શિખવજે કે જગતમાં એક બાજુ દુષ્ટ લોકો છે તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે તો સેવાભાવી સંત પણ છે કે જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્ર બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.
એને એ પણ શિખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શિખવજે, પણ જીતવામાં કેવી મજા છે એ પણ શિખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.

– અબ્રાહમ લિન્કન (અનુવાદ: ઈશા કુન્દનિકા)

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: The event of a boy becoming a man
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ઋતુઓમાં હું વસંત છું
Next Article અમેરિકામાં ભણવું છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?