By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    3 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 day ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છોકરામાંથી પુરુષ બનવાની ઘટના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > છોકરામાંથી પુરુષ બનવાની ઘટના
Author

છોકરામાંથી પુરુષ બનવાની ઘટના

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 4:12 PM
Khaskhabar Editor 9 months ago
Share
10 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

આપણે અહીંયા તો રુડયાર્ડ કીપલિંગ તેમની નવલ જંગલબુકના લીધે જાણીતા છે પણ તેના સિવાય તેઓ એક બહુ સારા કવિ પણ હતા. તેમની ઘણી કવિતાઓમાંથી વાત કરવી છે એક અતિપ્રખ્યાત રચનાની. ઈંગ્લીશમાં ક્લાસિક ગણાતી તે કવિતાની થીમ તો ભારત માટે વધુ રીલેવન્ટ છે. અબ્રાહમ લિંકને પોતાના બાળકના શિક્ષકને લખેલા પેલા પત્રની જેમ આ કવિતામાં પણ કિશોરવયમાં પ્રવેશેલા દીકરા માટે જીવનના મહામૂલા પદાર્થપાઠ છે. હવે વધુ કંઈ ચર્ચા કરતા તે કવિતા જ જોઈએ. ઉપર મૂળ કાવ્ય આપેલું છે જ્યારે અહી એકએક પંક્તિ કે જેનો અનુવાદ મેં કર્યો છે તે સમજીએ.

- Advertisement -

જો તું ગુમાવે નહી તારું મગજ જ્યારે સૌ લોક
તે ગુમાવતા હોય અને મૂકતા તારી પર હોય આરોપ
જો સૌ કોઈ તારી પર શંકા કરતા હોય
ત્યારે જાળવ આત્મશ્રદ્ધા
સાથે સાથે તેની શંકાઓને પણ આપ થોડી જગા
જો તું ધીરજ ધરે અને જા ન તેનાથી કંટાળી
જો તું ધીરજ ધરે અને જા ન તેનાથી કંટાળી
જ્યારે તને જૂઠ મળે પણ તેનો બદલો જૂઠથી દે ન વાળી
અથવા જ્યારે તને નફરત મળે
તું ન દે એને સ્થાન ખાલી
છતાં ન કર યત્ન દેખાવા સજ્જન ન કરે શાણી વાતો ઠાલી

સમગ્ર જીવન એ અટેચમેન્ટ અને ડિટેચમેન્ટનો ખેલ છે. સપના જોવા અને તેને પૂરા કરવા પૂરી લગનથી આયાસ કરવા પણ એટલું બધુ પણ તેની સાથે અટેચ ન થઈ જવું કે તેને સાકાર કરવા શોર્ટકટ લેવા પડે. ભગવદગીતાના સ્થિતપ્રજ્ઞતાના બોધ કે માર્કસ ઓરેલીયસના સ્ટોઈસીઝમ સાથે સામ્ય ધરાવતી આ પંક્તિમાં હારજીતને એક જ સરખી રીતે સ્વીકારવાની વાત છે. બીજાની ભલાઈની વાત વિચારતા માણસ સાથે જ મોટેભાગે ભલું ન થતું હોય કારણ કે એવા સજ્જનો ખટસવાદિયા માણસોને આંખમાં કણાની માફક ખૂંચત હોય છે એટલે જેના લેવલને પહોંચી ન શકાતું હોય એવા કૃષ્ણને નીચે પાડવા શિશુપાળો ખાલી પોતાની જબાન જ ચાલવું શકે. એવું કામ કરી શકતા હોટ તો કૃષ્ણ ન અબની ગયા હોત! અહી અન્ડરલાઇન કરવા જેવી વાત એ છે કે વાત સહન કરવાની છે. શિશુપાળ જેવા વંઠેલ વિલનો તો અમુક જ હોય પણ એમને પીઠબળ મળતું હોય તેમની વાતોમાં આવતા સામાન્ય લોકોનું કે જે ભોળા હોય છે. કૃષ્ણે શિશુપાળ પર સુદર્શનચક્ર ચલાવ્યું પણ અંતમાં ગાંધારીએ શ્રાપ આપ્યો તો તે સાક્ષીભાવથી સ્વીકારું લીધું પણ ખરું. સ્વીકારો કે ન સ્વીકારો પણ વાત એ જે છે કે બધા લોકોની સામે થઈને તેમની ખફગી વહોરવાને બદલે તેમનો કોપ સ્વીકારીને તેમને તેમની ભૂલોનું ભાન કરાવી શકાય છે. બાકી વિધાતાનો ખેલ કોઈ સમજી શક્યું નથી. બહુ મહેનત કરીને બનાવેલું ઘર પણ દરિયાના મોજાની એક થપાટથી ધરાશાયી થઈ જાય છે અને ફરી એક યોદ્ધાની જિજીવિષા વડે તેને ફરી બનાવવું પડે છે. તૂટેલા દિલ સાથે પણ જીવવું પડે છે.

જો તું તારી બધી સિદ્ધિઓને ભેળી કરી એકસાથે
સહસા જ લગાવી શકે દાવ પર ભાગ્યને હાથે
થા પરાજિત અને કર નવેસરથી શરૂઆત
ન કોઈ શબ્દ એવો બોલ જે દર્શાવે જુના આઘાત
જો હોય તારામાં એ ત્રેવડ કે હૈયા,
હામ ને સ્નાયુને સજ્જ કર
ભલે એ હારી બેઠા હોય પણ સાચવી લે આ અવસર
જો તું ટોળા સાથે વાતો કરીને પણ
જાળવી રાખે સદાચારને
રાજાઓ સાથે ચાલ પણ
ભૂલી ન જા સાદાઈના સંસ્કારને
જો તું આગળ ધપતો જ રહે જ્યારે
તું ભીતરથી હોય સાવ ખાલીખમ
પણ હોય એક ઈચ્છા કે જે કહેતી રહે બઢાવ કદમ.

- Advertisement -

આમ તો આગળની કહેલી વાતોનું જ પુનરાવર્તન છે પણ અમુક વાતો મસ્ત કહી છે. પ્રતિભા કે કળા વડે સંપન્ન ઘણા હોય છે પણ એ ઘણામાંથી સાવ થોડા જ શામાટે ટોચ પર પહોંચે છે? કારણ છે સાહસ, ડેરિંગ. પોતાની પ્રતિભામાં અખૂટ અને અતૂટ શ્રદ્ધા રાખીને તેને ભરોસે વિધાતાની સામે ઝંપલાવનાર જ વિજયશ્રીને વરી શકે છે. પેલું કહેવાય છે ને કે વીરા ભોગ્યા વસુંધરા. સતત કકળાટ ઠાલવવાને બદલે તે હતાશા, રોષ કે પીડાને પોતાની ગાડીનું ઈંધણ બનાવીને જ આગળ વધી શકાય છે. રાજ કપૂરના જોકરની જેમ ધ શો મસ્ટ ગો ઓનની વાત જ કહી છે.

જો તું ટોળા સાથે વાતો કરીને પણ જાળવી રાખે સદાચારને
રાજાઓ સાથે ચાલ પણ ભૂલી ન જા સાદાઈના સંસ્કારને
જો શત્રુ હોય કે પરમ મિત્ર દુભાવી ન શકે તારું હૃદય
બધા તારી પર આધાર રાખે પણ એ ન હોય અતિશય
જો તું કરી શકે ક્રોધભર્યા એ સમયને પસાર
તે સમયે ધરી શકે ધીરજને લગાર
તો આ ધરતી અને તેનું સર્વસ્વ બની જશે તારા
એથી પણ સારું એ કે તું બની જઈશ
પુરુષ ઓ પુત્ર મારા

છેલ્લે, બહુ મહત્વની વાત કરી છે કે પ્રસિદ્ધ, લોકપ્રિય બનવા છતાં પોતાના માહ્યલાને ભ્રષ્ટ ન થવા દેવાની. સાદગી, સરળતા, નિખાલસતા જેવા ગુનો હંમેશા ટ્રેનિ્ંડગ જ હોય છે એ ક્યારેય આઉટડેટેડ થતા નથી. હેમેન શાહની પેલી એક મસ્ત ગુજરાતી કવિતા છે ને;

અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.

તેના સિવાય, નિર્લેપભાવે કામ કરવાની વાત છે. અંતે તો ખરેખર દુ:ખી કરનારા તો પોતાના જ હોય છે એટલે અમુક હદ પછી લોકોથી પછી તે નજીકના હોય કે દૂરના થોડું અંતર રાખીને જ કામ કરવું હિતાવહ છે. માણસો તમારા પર આધાર રાખે એ બેશક તમારી વિશ્વાસપાત્રતાનો પુરાવો છે પણ માણસોને તમારા એટલા ઓશિયાળા પણ ન બનાવો કે તમારા પછી તેમનું જીવન થંભી જાય. તેના સિવાય ક્રોધને પણ પી જવાની વાત છે પણ અગેઇન ચીલાચાલુ સાધુસંત જેવા થવાની તરફેણ નથી કરી. વારંવાર આવતો ગુસ્સો સમજશક્તિનો નાશ કરી નાખે છે પ્લસ માણસોને પણ તમને ટ્રિગર કરવાનો મોકો મળતો રહે છે. તેના બદલે મન પર કાબૂ કારીને ગુસ્સાને સાર્થકરીતે વ્યક્ત કરીને જ એક કિશોર પુરુષ બની શકે. સાવ છેલ્લી બે લીટીમાં કવિ આ બધી શરતોનું પાલન કરનારને શું ફળ મળે છે તેની વાત કરે છે. ધન, ઐશ્વર્ય મેળવવા કરતા પણ મહત્વનું છે પુરુષ બનવું એટલે કે માનસિક અને ભાવનાત્મક રીતે પરિપકવ બનવું.

પ્રસ્થાન:
If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don’t deal in lies,
Or being hated, don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise:

If you can dream—and not make dreams your master;
If you can think—and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you’ve spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build ’em up with worn-out tools:

If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: ‘Hold on!’

Ifyou can talk with crowds and keep your virtue,
Or walk with Kings—nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that’s in it,
And which is more you’ll be a Man, my son!
_ Rudyard Kipling

પૂર્ણાહુતિ:
એણે બધું શીખવું જ પડશે. હું જાણું છું કે દુનિયામાં બધા માણસો ન્યાયી જ નથી હોતા કે સાચા નથી જ હોતા. પણ એને શિખવજે કે જગતમાં એક બાજુ દુષ્ટ લોકો છે તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે તો સેવાભાવી સંત પણ છે કે જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્ર બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.
એને એ પણ શિખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શિખવજે, પણ જીતવામાં કેવી મજા છે એ પણ શિખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.

– અબ્રાહમ લિન્કન (અનુવાદ: ઈશા કુન્દનિકા)

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: The event of a boy becoming a man
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ઋતુઓમાં હું વસંત છું
Next Article અમેરિકામાં ભણવું છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?