આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ ખાતે નગરપાલિકાની તેમ અને ધ્રાંગધ્રા તથા લીમડી ખાતે એક બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં જ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જ્યારે ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ની ખલી પડેલી એક બેઠક પર લેતા ચૂંટણી પણ યોજાનાર છે જેમાં કોંગ્રેસ તરફે પૂર્વ સુધરાઇ સભ્યના પતિ અલ્પેશભાઈ પટેલને જાહેર કરતાની સાથે જ તેઓ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી જ્યારે ભાજપ દ્વારા ભરવાડ સમાજના બે યુવાનોના અવઢવમાં ઉમેદવાર જાહેર કરવામાં થોડો વધુ સમય લાગ્યો હતો જેમાં અંતે ભાજપ તરફથી અમરાભાઇ ભરવાડને ઉમેદવાર તરીકે આજે જાહેર કરાયા છે. જોકે આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લેવલે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
આ તરફ વોર્ડ નંબર 1માં પ્રભુત્વ ધરાવતા પાટીદાર અને ભરવાડ એમ બંને સમાજના એક એક ઉમેદવાર જાહેર કરતા હવે ભરવાડ અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નક્કી છે.



