ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ પોલીસ બેડામાં કર્મનિષ્ઠ સેવા સાથે સફળ કામગીરી કરનાર અધિકરી અને પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ જાહેરાત કરવામાં આવે છે.જેમાં ગુજરાત પોલીસ બેડમાં અનેક આઇપીએસ અને રેન્જ આઇજી સાથે પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત થઇ છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા દ્વારા પોલીસ બેડામાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી અનેક વણ ઉકેલા ગુનાહ શોધી કાઢીને પોતાની ફરજ નિભાવી છે.ત્યારે ભારત સરકાર દ્વારા આઇજી નિલેશ જાંજડીયાને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેર કરાયું છે.ત્યારે પોલીસ અધિકરી અને સ્નેહ સંબંધી દ્વારા આઇજી નિલેશ જાંજડીયાને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી છે.
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડીયાને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે



