ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા આઇસીડીએસ ગોંડલ ધટક 1 તારીખ.04/01/2025 થી તા.9/1/25 સુધી સેજા કક્ષાનો પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પ્રોગ્રામ ઓફીસરના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ,ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ટેક હોમ રેશન (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવેલ હતી કે જેનો મુખ્ય ઉદેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પોષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, રાગી, કાંગ, ચેણો, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણાશક્તિ), મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી બનાવામાં આવી હતી. જે લોકોને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
તેમજ આ તકે જેમાં ગોંડલ ધટક-1 ના સીડીપીઓ , સોનલબેન વાળાની તેમજ આઇસેડીએસ ના સેજા કક્ષાના મુખ્ય સેવિકા વર્ષા બેન ભટ્ટ, નયનાબેન મહેતા, મુક્તાબેન ડોબા, પિન્ટુબેન દવે, નાયનાબેન સિંહાર, ધવલભાઈ, હેતલબેન તેમજ આરોગ્યના અધિકારી અને કર્મચારીઓ હાજર રહેલ હતા તેમજ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેલ હતા.



