રાજકોટ મનપા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આયોજન
રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે
- Advertisement -
અખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશ તથા રાજ્યના પતંગવીરો ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલના હસ્તે કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના અધ્યષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાવા તેમજ નિહાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



