By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    18 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    2 days ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    17 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    18 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    18 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    18 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    19 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    18 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RMCએ રાજ્ય સરકારને પાણીના રૂા.1500 કરોડ ચૂકવવાના બાકી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RMCએ રાજ્ય સરકારને પાણીના રૂા.1500 કરોડ ચૂકવવાના બાકી!
રાજકોટ

RMCએ રાજ્ય સરકારને પાણીના રૂા.1500 કરોડ ચૂકવવાના બાકી!

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 5:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સિંચાઇ વિભાગનો મહાનગરપાલિકાનું નાક દબાવવા પ્રયાસ

બાકી નાણાં ચૂકવવા શક્ય ન હોય સરકારને મનપાએ પત્ર લખી બિલ માફીની માગ કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રૂ. 2800 કરોડ આસપાસનું છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, મનપાએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પાણીના બાકી બિલની રકમ 1500 કરોડથી વધુની છે. વર્ષોથી કાગળ પર વધી રહેલા બાકી બિલની આ રકમ મનપા ચૂકવી શકે તેમ ન હોય સરકારને પત્ર લખી બિલ માફ કરી દેવાની માગ કરવામાં આવી છે. રાજકોટ મનપાને સિંચાઈ વિભાગ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ((GWSSB), અને સૌની યોજનાનાં કરોડો રૂપિયાનાં બિલ છેલ્લા 10 જેટલા વર્ષથી બાકી છે. જેમાં GWILનાં સૌથી વધુ 882 કરોડ જ્યારે સૌની યોજનાનાં રૂ. 184 કરોડ સહિત કુલ રૂ. 1517 કરોડનાં બિલ મનપાને મળ્યા છે.

મહાનગરપાલિકા અને સિંચાઇ વિભાગ વચ્ચે આજી-1 ડેમમાંથી પાણી ઉપાડવા અને સૌની યોજના અમલમાં આવી ત્યારથી આજસુધી નર્મદાનીર વિતરણના બિલ મુદ્દે છેલ્લા 8 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સિંચાઈ વિભાગે મનપા પાસે સૌની યોજનાના પાણી વિતરણથી માંડી સિંચાઈ વિભાગ હસ્તકના આજી- 1, ભાદર-1 અને ન્યારી-2ના ઉપયોગ કરવા સબબ તેમજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (GWIL), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)અને સૌની યોજનાનાં ઓક્ટોબર-24 સુધીના બાકી બિલ પેટે રૂ.1517 કરોડ ભરપાઇ કરવા મહાનગરપાલિકા પાસે ઉઘરાણી કરી છે. એક તરફ મહાનગરપાલિકાએ આગામી જાન્યુઆરીથી આજી-1 અને ન્યારી-1માં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવા રાજ્યના સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે. ત્યારે બીજી બાજું સિંચાઇ વિભાગે પણ મહાનગરપાલિકાનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે.

- Advertisement -

રાજકોટ મનપાની ગત વર્ષે માર્ચ-23 સુધીમાં બિલની બાકી રકમ રૂ. 1342 કરોડ હતી. જે આ વર્ષે વધીને 1517 કરોડ પર પહોંચી ગઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના મહાકાય વોટરટેન્ક જેવા બની ગયેલા આજી અને ન્યારીડેમ શહેરના વધતાં જતાં વિસ્તારો અને વસતી સામે પાણીની જરૂરિયાત પુરી કરતાં દર છ મહિને તળિયા ઝાટક થાય છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા નર્મદા યોજના ઉપર આધાર રાખવો પડે છે. પણ મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના હેઠળ મેળવવામા આવતા નર્મદાનીર, પાઇપલાઇન મારફત મેળવવામાં આવતા નર્મદાનીર અને આજી ડેમમાંથી ઉપાડ કરતાં પાણીના બિલ મળીને અંદાજે 1517 કરોડ જેવી રકમ બાકી છે. વર્ષ 2017માં જ્યારે સૌની યોજના હેઠળ નર્મદાનીરના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓએ નર્મદાનીર મફત આપવાની જાહેરાત કરી હતી. પણ સિંચાઇ ખાતું કહે છે કે આવા કોઈ લેખિત આદેશ મળ્યા નથી. આથી મહાનગરપાલિકાએ બિલ તો ભરવા જ પડે! આ વિવાદમાં 2017થી નર્મદાનીરની વિવાદિત બિલની રકમ ઉત્તરોત્તર વધીને રૂ. 184 કરોડને પાર કરી ગઇ છે. આવી જ રીતે, જીડબલ્યુઆઇએલની લેણી રકમ પણ વધીને રૂ. 882 કરોડને પાર કરી ગઇ છે. જીડબલ્યુઆઇએલના બિલમાં દરવર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.

જીડબલ્યુઆઇએલના બિલની રકમ મનપાએ વર્ષ 2004થી ચુકવી નથી. આજીડેમમાંથી પાણી ઉપાડવા માટેના ખર્ચ સહિતનું બિલ વર્ષ 1982થી બાકી છે. આ મુળ બાકી રકમ ઉપર વ્યાજ અને પેનલ્ટીની રકમ મળીને આ આંકડો રૂ.1517 કરોડને પાર થઈ ગયો છે. આજી-1 ન્યારી-2 અને ભાદર -1 સિંચાઇ વિભાગ હસ્તકના ડેમ હોવાનું તંત્ર કહે છે. તો મહાનગરપાલિકા આજી-1 પોતાની માલિકીનો ડેમ હોવાનું કહી પોતાની માલિકીના ઘરનું ભાડું ભરવાનું ન હોય તેવો દાવો કરી રહ્યું છે. આ અંગે મહાનગર પાલિકાએ વિરોધ કર્યા બાદ 2008માં જનરલ બોર્ડમાં ઠરાવ કરીને 1982થી આજીડેમનો કેપીટલ ખર્ચ, જમીન સંપાદન અને પાણીના દરનો ખર્ચ મનપાએ ચુકવી દીધો હોય આજીડેમની માલિકી પોતાની ગણાય તેમ જણાવીને રાજ્ય સરકારને ઠરાવ મોકલી દીધો છે. પણ આ ઠરાવનો છેલ્લા પંદર વર્ષથી સરકારમાં ગોટાળે ચડી ગયો હોય તેમ હજીપણ આજીડેમમાંથી પાણી ઉપાડનું બિલ આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજના હેઠળ કોઠારિયા, વાવડી, મોટામવા અને મુંજકાને પાણી અપાતું હતું. આ માટે નારાયણનગરમાં પાણી પુરવઠા બોર્ડનો ફિલ્ટરપ્લાન્ટ કાર્યરત છે. જેનો ઉપયોગ કરવા બદલ મહાનગરપાલિકાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ઓક્ટોબર માસ સુધીના બાકી બિલ પેટે 3.06 કરોડની રકમના બિલની ઉઘરાણી કરી છે. જ્યારે જીડબલ્યુઆઇએલ (ગુજરાત ઇન્ફ્રાસ્ટક્ચર લિમીટેડ) દ્વારા પાઇપલાઇન મારફત નર્મદાનાં નીર આપવામાં આવે છે. હડાળા સંમ્પથી પાણી બેડી સંમ્પ અને ન્યારા સંમ્પ સુધી પાણી આવે છે. બેડી સંમ્પમાં 60 એમએલડી અને ન્યારા સંમ્પમાં 70 એમએલડી પાણી ઠલવાય છે. આ બન્ને સમ્પ સુધી પાણી પહોંચાડવાનું બિલ રૂ. 882 કરોડ પણ મહાનગરપાલિકાને મળ્યું છે.

નર્મદાનીરના પ્રતિ હજાર લિટર 7.18 રૂપિયાનો ખર્ચ
મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના હેઠળ વર્ષમાં બે વાર પાણી માંગવામાં આવે છે. 2025ની શરૂઆતમાં આજી અને ન્યારી માટે મહાનગરપાલિકાએ ફરી 2500 એમસીએફટી નર્મદાનીરની માગણી કરી છે. અને રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનીરના પ્રતિ હજાર લીટર 7.18 રૂપિયાનો ખર્ચ મનપાની પાસેથી ઉઘરાવવામાં આવે છે. આ મુળ રકમમાં દરવર્ષે નિયમ મુજબ 10 ટકાનો વધારો થાય છે. સાથોસાથ બાકી બિલની લેણી રકમ ઉપર સિંચાઇ વિભાગ દ્વારા પેનલ્ટી અને વ્યાજ પણ વસુલવામાં આવે છે. પેનલ્ટી અને વ્યાજ સહિતની રકમ વધીને હવે રૂ. 1517 કરોડ એટલે કે મનપાનાં અડધા કરતા વધુ વાર્ષિક બજેટ જેટલી થઈ ચૂકી છે.

You Might Also Like

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

TAGGED: Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PI પાદરિયા સામે લાગેલી હત્યાની કોશિષની કલમ રદ્દ થતાં જ પોલીસ સમક્ષ હાજર
Next Article દક્ષિણ કોરિયા: સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ રાષ્ટ્રપતિએ માર્શલ લોને પાછો ખેંચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?