માર્શલ લો લાગુ થયા બાદથી શાસક અને વિરોધ પક્ષો તરફથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. શાસક પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું. પ્રચંડ બહુમતી સાથે પસાર કરાયેલા આ ઠરાવથી રાષ્ટ્રપતિ યૂનને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી.
માર્શલ લો લાગુ થયા બાદથી શાસક અને વિરોધ પક્ષો તરફથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. શાસક પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું. જયારે રાષ્ટ્રપતિની પોતાની પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને પણ આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને સંસદમાં મતદાનમાં પણ ભાગ લીધો હતો. પ્રચંડ બહુમતી સાથે પસાર કરાયેલા આ ઠરાવથી રાષ્ટ્રપતિ યૂનને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી.
- Advertisement -
કેબિનેટ બેઠક અને પ્રક્રિયા
રાષ્ટ્રપતિ યૂને કહ્યું કે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં નેશનલ એસેમ્બલીના પ્રસ્તાવને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે માર્શલ લો સાથે જોડાયેલા તમામ સૈન્ય દળોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે સવાર સુધી બેઠકમાં તમામ પેપર વર્ક પૂર્ણ થઈ શક્યું ન હતું. તેથી, યૂને ખાતરી આપી કે પેપરવર્ક પૂર્ણ થતાંની સાથે જ લશ્કરી કાયદો ઔપચારિક રીતે સમાપ્ત કરી દેવામાં આવશે.
- Advertisement -
રાષ્ટ્રપતિના માર્શલ લોના નિર્ણય બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પક્ષોએ તેને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.
રાષ્ટ્રપતિનું આશ્વાસન
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે તેમના સંબોધનમાં કહ્યું કે તેઓ નેશનલ એસેમ્બલીના નિર્ણયનું સન્માન કરે છે અને સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ભવિષ્યમાં નક્કર પગલાં લેશે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને લોકતાંત્રિક પ્રક્રિયા જાળવવી તેમની પ્રાથમિકતા છે. યૂનના આ પગલાને લોકશાહી અને બંધારણના રક્ષણની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.
શા માટે લગાવ્યો હતો માર્શલ લો?
દક્ષિણ કોરિયામાં તાજેતરમાં લાગૂ કરાયેલ માર્શલ લોનું કારણ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે દેશની સુરક્ષા અને બંધારણીય પ્રણાલી પર ઉભા થઈ રહેલા જોખમોને ટાંક્યા હતા. મંગળવારે રાષ્ટ્રને એક ટેલિવિઝન સંબોધનમાં, તેમણે વિરોધ પક્ષો પર સરકારને અપંગ કરવા, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને બંધારણીય વ્યવસ્થાને નબળી પાડવાનો આરોપ લગાવતા ‘ઇમરજન્સી માર્શલ લો’ની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિ યૂને પોતાના સંબોધનમાં કહ્યું કે ઉત્તર કોરિયાની સામ્યવાદી શક્તિઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વોથી દેશને બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની સ્વતંત્રતા અને લોકતાંત્રિક માળખાના રક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી વર્ષના બજેટને લઈને તેમની સત્તાધારી પાર્ટી પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે.