કેમિકલ પ્રોસેસ દરમિયાન સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી જતાં દુર્ઘટના સર્જાઈ
ફાયર, સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ખાસ-ખબર ન્યૂઝ અંકલેશ્ર્વર
- Advertisement -
અંકલેશ્ર્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્ર્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડીટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
અંકલેશ્ર્વર જીઆઇડીસીમાં આવેલી ડીટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંકલેશ્ર્વર ૠઈંઉઈમાં આવેલી ડીટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.