ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 18મા એડીશ્નલ કલેક્ટર તરીતે મુકાયેલા આલોક ગૌતમએ આજે વિધિવત રીતે તેમના આ નવા હોદ્ાનો ચાર્જ સંભાળી લીધો હતો. જ્યારે બદલી પામેલ ચેતન ગાંધી છૂટ્ટા થઇ ગાંધીનગર જવા રવાના થયા હતા. ચેતન ગાંધી આવતીકાલે ઉઘડતી કચેરીએ ગાંધીનગર પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટરનો ચાર્જ સંભાળનાર છે. રાજકોટના અધિક કલેક્ટર તરીકે મૂકાયેલા અમદાવાદના વતની એવા આલોક ગૌતમ વર્ષ-2011ની બેચના અધિકારી છે. આ પહેલા તેઓ દાહોદ અને લુણાવાડામાં પ્રાંત અધિકારી તરીકે અને ગાંધીનગર ચૂંટણી પંચમાં તેઓ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અધિક કલેક્ટર આલોક ગૌતમએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં રાજકોટ ખાતે અધિક કલેક્ટર આલોક ગૌત્તમએ સીટીસી ભરી તેમના આ નવા હોદ્દા નો ચાર્જ સંભાળી લીધો હતો. જ્યારે છુટ્ટા થયેલા અધિક કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે તા.3ના ગાંધીનગર પુરવઠા વિભાગમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. અહીં બે ઉલ્લેખનીય છે કે ચેતન ગાંધીનું ગત તા.28 ડીસેમ્બર-2023માં રાજકોટમાં અધિક કલેક્ટર તરીકે પોસ્ટીંગ થયું હતું. માત્ર એક વર્ષના ગાળામાં તેઓને બદલી સાથે ગાંધીનગર પુરવઠા વિભાગમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.



