દિવ્યાંગોને ભાવતા ભોજન, વૃક્ષારોપણ સહિતના સેવાકાર્યો દ્વારા દ્રષ્ટાંતરૂપ ઉજવણી: ભુપત બોદર
“સૌનો સાથ સૌનો વિકાસ” સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા વિજયભાઇ રૂપાણી ખરા અર્થમાં એક સંવેદનશીલ અને લાગણીશીલ, જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી પણ છે જે તેમના સૌથી મોટા ગુણો છે. વિજયભાઇ રૂપાણી અને તેમની સંવેદનશીલતા એકમેકના પર્યાય બની ગયા છે. વિજયભાઈના જન્મદિન નિમિતે ભુપતભાઇ બોદર સંચાલિત મતી દૂધીબેન જસમતભાઈ બોદર ટ્રસ્ટ દ્વારા તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થસેવાકાર્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આવા સેવાકીય કાર્યક્રમોમાં માનવમંદિર ત્રંબા ગામ ખાતે “દિવ્યાંગોને ભાવતા ભોજન” કરાવવામાં આવ્યું અને બધાએ સાથે મળીને મુખ્યમંત્રી વિજયભાઈના દીર્ઘાયુ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ફાડદંગ ખાતે ગામલોકોની હાજરીમાં ત્રિવેણી મંદિરની બાજુમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સામેલ દરેક લોકોએ રાજકોટના પનોતાપુત્ર અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈની સુખાકારી અને લોકો માટે સેવા કાર્ય કરવા માટે લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ રંગાણી, સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, ફાડદંગ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ રામાણી, મંત્રી વિજયભાઈ રામાણી, ભગવાનજીભાઈ, વિનુભાઈ ધાંધલ પી.એસ.આઈ, ઘેલાભાઈ રામાણી, કેશુભાઇ રામાણી, શામજીભાઈ રામાણી, મુળજીભાઈ રામાણી, લાલજીભાઈ આટકોટીયા, સુરેશભાઈ કીયાડા, અનકભાઈ ધાંધલ, ચંદુભાઈ મિસ્ત્રી, ડોક્ટર પરેશભાઈ પરમાર, ત્રિવેણી મંદિરના પુજારી, તારશીભાઈ રામાણી, માધાભાઈ રામાણી વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


