અખબારી અહેવાલ બાદ ગટરમાં થતી ગંદકી દૂર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
મૂળી તાલુકાના સરા ગામે સરકારી શાળા નજીક છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી ગટર અને ગંદકી ન લીધે શાળાએ આવતા બાળકો આ ગંદકી ભર્યા વાતાવરણમાંથી પસાર થતા હતા જે અંગે અનેક વખત ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા પણ સફાઈ કરવા રજૂઆત કરાઈ હતી છતાં પણ સરા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા ત્યારે અંતે સરકારી શાળા નજીક ગટરના ગંદા પાણીથી થતી ગંદકીને દૂર કરવા માટે “ખાસ-ખબર” દ્વારા અહેવાલ પ્રસુદ્ધ કરતા જ સરા ગ્રામ પંચાયતે આળસ ખંખેરી તાત્કાલિક સફાઈ હાથ ધરી હતી અને ગટરમાં ભરેલા ગંદા પાણીનો નિકાલ કરી શાળાની આજુબાજુ રહેલા ઉકરડાને પણ સાફ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળકો અને સ્કૂલના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ ગંદકીના નિકાલ માટે કાર્યવાહીની માંગ કરતા હતા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ધ્યાને નહિ લેતા અંતે અખબારી આગેવાન પડઘા પડતાં પંચાયતે તાત્કાલિક કામગીરી આદરી હતી.