ધો.10 – 12 સિવાય ફીઝીકલ કલાસ બંધ; કચેરીઓમાં 50 ટકા ક્ષમતાએ કામગીરીની સુચના :ટ્રકોની એન્ટ્રી – બાંધકામ પ્રવૃતિ પર રોક
પાટનગર દિલ્હી તથા એનસીઆરને ગાઢ ઘુમ્મસ તથા ખતરનાક પ્રદુષણનો બેવડો માર શરૂ થયો છે જેને પગલે ગ્રેડેડ રીસ્પોન્સ એકશન પ્લાન-4 (ગ્રેપ) લાગુ કરી દેવાયો છે ધો.10-12 સિવાય શાળાઓમાં ફીઝીકલ કલાસ બંધ કરાયા છે ત્યારે વાહનો ટ્રકની એન્ટ્રી તથા બાંધકામ પ્રવૃતિ પર રોક લગાવી દેવામાં આવી છે. વિમાની-રેલ્વે સહીતની સેવાઓના શિડયુલ વેરવિખેર બન્યા છે. શિયાળાના આગમનની સાથોસાથ ગાઢ ઘુમ્મસ છવાયાની સાથોસાથ પ્રદુષણની ચાદર છવાઈ ગઈ હતી. અનેક ભાગોમાં પ્રદુષણ ઈન્ડેકસ (એર કવોલીટી ઈન્ડેકસ) 500 ની નજીક 497 લેવલ પર પહોંચી ગયો હતો જેને પગલે આજથી જ નવા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
એર કવોલીટી ઈન્ડેકસ અત્યંત ખરાબ શ્રેણીમાં આવી જતા ધો.10 અને 12 સિવાયના તમામ શાળાકીય કલાસ બંધ કરી દેવાયા છે આજે સવારે અમુક ભાગોમાં પ્રદુષણ ઈન્ડેકસ 497 સુધી પહોંચ્યો હતો. શાળાના ફીઝીકલ કલાસ બંધ કરવા ઉપરાંત ટ્રકોને પ્રવેશબંધી તથા બાંધકામ પ્રવૃતિ પર રોક લગાવી દેવામાં આવી છે. રાજધાનીનાં 39 મોનીટરીંગ સ્ટેશનોએ એર કવોલીટી ઈન્ડેકસ 450થી વધુ હતો અને સરેરાશ 491 નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગાઢ ઘુમ્મસનુ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. વીઝીબીલીટી અત્યંત નબળી રહેતા વિમાની-રેલ્વે સહીતની સેવાઓ પ્રભાવીત થઈ હતી.
સ્પાઈસ જેટ, ઈન્ડીગો જેવી એરલાઈન્સોએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. 30 થી વધુ ટ્રેનો 3 થી 4 કલાક મોડી હતી. જયારે સવારનાં વિમાનો એક કલાક સુધી મોડા પડયા હતા. કેન્દ્રીય પંચ દ્વારા જારી રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, આનંદવિહાર, ઓખલા, પૂસા જેવા કેટલાક વિસ્તારોમાં તો પ્રદુષણ ઈન્ડેકસ 600ને પણ પાર થઈ ગયો હતો. કચેરીઓમાં પણ 50 ટકા ક્ષમતાએ જ કામગીરી કરવા તથા બાકીનાને વર્કફ્રોમ હોમ કામગીરી કરાવવાની સૂચના આપવામાં આવી છે.