રાજસ્થાનમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડ
ટોળાંએ પોલીસની ગાડીઓ રોકી: ટિયરગેસના શેલ છોડ્યા: 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજસ્થાનના દેવલી-ઉનિયારમાં નરેશ મીણાની ધરપકડ બાદ ફરી અરાજકતા શરૂ થઈ ગઈ છે. મીણાના સમર્થકોએ પોલીસનાં વાહનોને રોકવાના પ્રયાસમાં ચક્કાજામ કર્યો છે. દેવલી-ઉનિયારાના સમરાવતા ગામના રોડ પર પણ આગ લગાવવામાં આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યા હતા. આ પહેલાં લગભગ 12 વાગે દેવલી-ઉનિયારા વિધાનસભાના સમરાવતા (ટોંક) ગામમાંથી જઉખને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં બુધવારે રાત્રે ગામમાં થયેલા પથ્થરમારામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં 10 પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. તોફાનીઓએ સમગ્ર વિસ્તારમાં 60થી વધુ વાહનોને સળગાવી ફૂંકી માર્યા હતા.
નરેશ મીણાની ધરપકડ બાદ તેના ગુનાહિત કેસોની યાદી પણ બહાર આવી છે. નરેશ વિરુદ્ધ મારપીટ, ઓફિશિયલ કામમાં અવરોધ, હાઈવે જામ સહિતના 23 કેસ નોંધાયા છે.
રાજસ્થાનની દેવલી-ઉનિયારા (ટોંક) વિધાનસભામાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન થયેલો હોબાળો આખી રાત ચાલ્યો હતો. વિધાનસભાના સમરાવતા ગામમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને થપ્પડ મારી હતી. આ પછી મતદાનનો સમય પૂરો થતાં ગ્રામજનોએ મતદાન પાર્ટીઓને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ એસપી વિકાસ સાંગવાનની કાર પણ તોડી નાખી હતી. આ દરમિયાન પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી હતી. મીણાના સમર્થકોને આ વાતની જાણ થતાં જ તેઓ વધુ રોષે ભરાયા હતા. સેંકડો ગ્રામજનોએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. પોલીસે બુધવારે આખી રાત સામરાવતા ગામ અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અત્યારસુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 50થી વધુ ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
- Advertisement -
આ દરમિયાન રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (છઅજ) એસોસિયેશને હડતાળ પાડી છે. આજે રાજ્યભરમાં અધિકારીઓએ કામકાજ બંધ રાખ્યું છે. ગ્રામજનોનો આરોપ છે કે પોલીસકર્મીઓએ ગામમાં અનેક વાહનોને આગ ચાંપી અને તેમનાં બાળકોને ઉઠાવી ગયા. રાતોરાત પોલીસના દરોડાના કારણે 100થી વધુ લોકો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. ગુરુવારે સવારે પણ પોલીસ આરોપીઓને શોધી રહી છે.



