બસો વર્ષ પુરાણા સાત હનુમાન મંદિરમાં હિરેનભાઈ હાપલીયાએ આજીવન સેવા-સમપર્ણ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રામભક્ત હનુમાનજી મહારાજ સમગ્ર દેશવાસીઓમાં અનોખી આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. દરેક હિંદુ હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. દેશભરમાં હનુમાનજીના લાખો નાના મોટા મંદિરો આવેલા છે. રાજકોટમાં પણ બજરંગ બલીના અનેક નાનામોટા મંદિર અને શેરીએગલીએ ડેરીઓ આવેલી છે. શહેરના જ્યુબિલી બાગ ખાતે આવું જ એક સાત હનુમાનનું અતિ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ સાત હનુમાન મંદિર આશરે બસો વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. જ્યુબિલી બાગના સાત હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરનારા રામભક્ત હનુમાનના પરમભક્ત હિરેનભાઈ હાપલીયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. હિરેનભાઈ હાપલીયા ગુજરાતના અગ્રણી બિલ્ડર ઉપરાંત ગૌપ્રેમી, સમાજસેવી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તેમની જ્યુબિલી બાગ સાત હનુમાન મંદિર ખાતે કરવામાં આવેલ સેવા-સમર્પણને ધ્યાને રાખી હવે તેમની આ મંદિરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સર્વે રામ ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.



