ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટ ખાતે વિજયા દશમી (દશેરા) નિમિતે પરંપરાગત શસ્ત્ર પૂજન તથા વીરાંજલી શહીદ વંદના કાર્યક્રમ અતિથિ પાર્ટી પ્લોટ 150 ફુટ રિંગ રોડ પર યોજાયો હતો. આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ રાજપૂતોની દિવાળી એટલે દશેરા નિમિતે યોજાયેલ શસ્ત્ર પૂજન તથા વિરાંજલી શહીદ વંદના કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા શ્રી ગણપતી પૂજન, માં ભવાની વંદના, આયુધ શસ્ત્ર પુજન, વીર શહીદોની વંદના વીરાંજલી અને પુષ્પાંજલી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સામાજીક અગ્રણી શ્રી રમેશસિંહ ચૌહાણ, શ્રી સામતસિંહજી ડોડીયા, શ્રી ચંદુભા પરમાર, શ્રી ધીરુભા ડોડીયા, શ્રી બલદેવસિંહ સિંધવ, શ્રી રમેશસિંહ ચાવડા, શ્રી ભરતસિંહ ચુડાસમા, શ્રી બહાદુરભાઈ માંજરિયા, શ્રી ભગીરથસિંહ ખુમાણ, શ્રી ભાવસિંહ ડોડીયા, શ્રી પ્રવિણસિંહ હેરમા, શ્રી બકુલસિંહ સિંધવ, શ્રી અરવિંદસિંહ ડાભી, શ્રી જગમાલજી હેરમા, શ્રી જોગેન્દ્રસિંહ ચંપાવત, શ્રી અજયસિંહ પરમાર, શ્રી ભૂપતસિંહજી બાબરીયા, શ્રી સંદીપસિંહ ડોડીયા, શ્રી સહદેવસિંહ ડોડીયા, શ્રી કાનાજી ચૌહાણ, શ્રી મોહનસિંહ ડોડીયા, શ્રી વિવેકસિંહ સિંધવ, શ્રી જશવંતસિંહ ડોડીયા, શ્રી પ્રવિણસિંહ સાકરિયા, શ્રી વનરાજસિંહ પરમાર, શ્રી પ્રવિણસિંહ સીંધવ, શ્રી યુવરાજસિંહ ડોડીયા, શ્રી મૌલિકસિંહ વાઢેર, શ્રી રણજીતસિંહ જાદવ, શ્રી દીપકસિંહ ઝાલા, શ્રી દોલતસિંહ ડોડીયા, શ્રી જયદીપસિંહ ડોડીયા, શ્રી વિજયસિંહ ડોડીયા, શ્રી અનિરુદ્ધસિંહ વાળા, શ્રી અજીતસિંહ પરમાર, શ્રી દિગ્વિજસિંહ ડોડીયા, શ્રી મિલનસિંહ ડોડીયા, શ્રી મહિપતસિંહ ખેર, શ્રી હિતુભા ડોડીયા, શ્રી સુરુભા પરમાર, શ્રી ભાવસિંહ ઓરા, શ્રી અનિલસિંહ પરમાર, શ્રી દીપસિંહ પરમાર, શ્રી અશોકસિંહ પરમાર, શ્રી હરદીપસિંહ રાઠોડ સર્વશ્રી સમાજ આગેવાનો અને યુવા બંધુઓ પોતાનો સ્વધર્મ ક્ષાત્રધર્મ વહન કરવા બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે રાજપૂત બંધુઓનો આયોજક શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ, શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર ખુબ ખૂબ આભાર માને છે.



