ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જાણીતા એડવોકેટ પરેશભાઈ એન. કુકડીયાની નવી ઓફીસ (સોની એસોસિએટ્સ)નું મંગલ ઉદ્ઘાટન આર. કે. આઈકોનીક બિલ્ડિંગમાં ઓફીસ નંબર એ-903/904, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે તા. 13ના રોજ રવિવારે કરવામાં આવશે. પરેશભાઈ કુકડીયા કે જેઓ છેલ્લા 14 વર્ષથી રેવન્યુ તથા સિવિલ અને ક્રિમીનલ કોર્ટમાં વિશાળ ટીમ સાથે પ્રેક્ટિસ કરે છે. જેઓએ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકોટમાં વકીલાત ક્ષેત્રે મોટી નામના મેળવેલી છે. તેમની સાથે તેમના નાના ભાઈ રાજેશભાઈ કુકડીયા કે જેઓ ઇમ્પિરિયલ હાઈટ્સ, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી ઈન્કમટેક્સ તથા જીએસટી કાયદા અન્વયે પ્રેક્ટિસ કરે છે.
- Advertisement -
પરેશભાઈની સાથે તેમના ભત્રીજા જયદીપભાઈ કુકડીયા છેલ્લા 9 વર્ષથી ક્રિમીનલ ક્ષેત્રે પ્રેક્ટિસ કરે છે કે જેઓ ખૂબ જ ટૂંકા ગાળામાં ક્રિમીનલ ક્ષેત્રે વકીલાતમાં મોટી નામના મેળવેલી છે. આ ઉપરાંત પરેશભાઈ કુકડીયાના પુત્ર મિહિર કુકડીયા પણ વકીલાત ક્ષેત્રે પોતાની શરૂઆત કરશે. ઓફીસના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ, પરશોતમભાઈ રૂપાલા, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ તેમજ અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ સહિતના મહાનુભાવો હાજર રહેશે.