ખેલૈયાઓ માટે ફ્રી નેઈલ આર્ટની વ્યવસ્થાનો લાભ લેવા ખેલૈયાઓ ઉમટી પડયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
જૈનમ્ કામદાર રાસોત્સવ ખાતે પાંચમા નોરતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવદુર્ગા સ્વરૂપ નવ બાળાઓએ માતાજીનું સ્વરૂપ ધારણ કરી સાથે ધર્મભકિત સાથે રાષ્ટ્રભકિત પણ કરવાનાં શુભ હેતુથી એક બાળાએ ભારત માતાનું સ્વરૂપ ધારણ કરેલ હતું. ધર્મભકિત સાથે રાષ્ટ્રભકિતને ઉજાગર કરતા આ ખાસ કાર્યક્રમ એવા મહાઆરતીના આયોજનમાં દાતા પરિવારો કમીટી મેમ્બરનાં સ્વજનો તથા ખેલૈયાઓ જોડાયા હતા. તમામ લોકોએ આરતી કરીને પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું. આરતી કરીને ઉપસ્થિત લોકોએ ધન્યતાનો અનુભવ કરયો હતો. 108 દીવડાની દીપ માળા, ધુપ, કેસર ચંદનની સુગંધ વચ્ચે ડ્રોન દ્વારા ઉપસ્થિત મેદની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. એકદમ અલૌકીક અને પવિત્ર વાતાવરણ સમગ્ર ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યું હતું.
- Advertisement -
આજનાં મુખ્ય અતિથિ અજમેરા પરિવાર અને શેઠ પરિવારનાં તમામ સભ્યો આજનાં કાર્યક્રમમાં જોડાયા હતા મહેમાનશ્રીઓને ઢોલ નગારા સાથે મંદીર સુધી દોરી જવાયા હતા. આજનાં મુખ્ય અતિથિ મહેમાનશ્રીઓના હસ્તે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સભ્યોએ આજનો આ રાસોત્સવ તથા વિશેષ કાર્યક્રમ એવા મહાઆરતીમાં જોડાઈને સમગ્ર કાર્યક્રમ માણ્યો હતો.
મહાઆરતી સાથે આજે લેડીઝ સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ માટે ફ્રી નેઈલ આર્ટ રાખવામાં આવ્યું હતું. જેમા નાની બાળાઓ, યુવતિઓ અને સિનીયર સીટીઝન મેમ્બરોએ પણ ખૂબ ઉત્સાહભેર લાભ લીધેલ હતો. રોજની જેમ આજે પણ દેશભકિતની થીમ ઉપર તીરંગા સાથે ખેલૈયાઓ, મહેમાનો, દર્શકો રાષ્ટ્રગીત સાથે ઝુમી ઉઠયા હતા. ડેઈલી રાસોત્સવનાં વિજેતા ખેલૈયાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. માં જગદંબાનાં દિવ્ય દર્શન કરાવતા મંદિર પાસે ખાસ લાઈટીંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા લીધેલી આકાશી તસ્વીરમાં સમગ્ર ગ્રાઉન્ડ અલૌકીક ભાસતુ હતું. આજનાં આ વિશેષ કાર્યક્રમથી ખેલૈયાઓમાં એક અજબનાં ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો. આજનાં રાસોત્સવમાં રાજકીય ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રનાં અનેક જાણીતા અગ્રણીઓ જોડાયા હતા અને રાસોત્સવની શોભા વધારી હતી. આજનાં આ રાસોત્સવમાં જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપ લીગલ સેલનાં પ્રદેશનાં હોદેદાર અનીલભાઈ દેસાઇ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ફુલછાબ અખબારનાં મેનેજર પકંજદાન જીબા, શ્રીમતિ અને શ્રીમાન અજીતભાઈ જૈન, જાણીતા બિલ્ડર ધર્મેશભાઈ જીવાણી, એડવોકેટ જીજ્ઞેશભાઈ શાહ સહીતનાં સમાજ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા અને જૈનમ્ કામદાર રાસોત્સવને માણ્યો અને વખાણ્યો હતો.
આજનાં પાંચમા નોરતે રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ હર્ષિત શાહ, બીજા નંબરે યશ ઉદાણી, ત્રીજા નંબર નિર્વિત શાહ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ દોમડીયા મેઘા, બીજા ક્રમે માનસી કોઠારી, અને તૈનમ્ ક્રમે દ્રષ્ટી શેઠ તેમજ કીડ્સમાં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે દીશીત ઝાટકીયા, બીજા નંબરે જૈનમ્ દેસાઈ, ત્રીજા ક્રમે હીત કોઠારી અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે અનાયા શેઠ, બીજા નંબરે વંશીકા કોઠારી, ત્રીજા નંબરે ધ્વની મહેતા વિજેતા બન્યા હતા. ઉપરાંત વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ નંબરે ભાવિક પારેખ, બજિા નંબરે મીત ગાંધી, ત્રીજામાં યશ માવાણી, અને વેલડે્રસ પિન્સેસમાં પ્રથમ નંબરે પુજા મહેતા, બીજા નંબરે જલ્પા ગાંધી અને ત્રીજા નંબરે નીધી અંબાવી ઉ5રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે રીશી મહેતા, બીજા નંબરે ભવ્ય કોઠારી, ત્રીજા નંબરે હીતાર્થ દોશી અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર ક્યારા ઝાટકીયા, બીજા નંબરે પ્રાચી ભોડીયા, ત્રીજા નંબરે કશ્વી મહેતા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.