શિયાળુ સત્ર યોજાવાની સંભાવના વચ્ચે પક્ષીય વ્યુહરચના અને સાંસદોની ઉપસ્થિતિ પર ભાર
વિવિધ પક્ષોના વલણ-શરતો વચ્ચે મહિલા અનામત ખરડા પર સંસદમાં રસાકસીના એંધાણ
- Advertisement -
તહેવારોની મૌસમ પુરી થતા જ હવે પોલીટીકલ- હવામાન બદલાવા લાગશે તથા ખાસ કરીને નજર સરકાર પર છે. સરકારે ચોમાસુ સત્ર હજું ખુલ્લુ રાખ્યુ છે જેથી એ પણ ચર્ચા છે કે મહિલા અનામત- સિમાંકન ખરડો પસાર કરાવવા ચોમાસુ સત્ર ફરી બે-ત્રણ દિવસ માટે બોલાવીને તે મંજુર કરાવવા પ્રયાસ કરશે. જો કે તેના માટે જે રીતે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેમાં સરકારે હજું પતા ખોલ્યા નથી પણ સંકેત છે કે સરકાર તેની નજીક પહોંચી રહી છે. જો કે નવેમ્બર પુરો થતા જ સંસદનું શિયાળુ સત્ર ડયુ થઈ જશે જે સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળે છે અને આગામી વર્ષ જાન્યુઆરી માસ આવતા જ ઉતરપ્રદેશ-પંજાબ સહિતના પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓ પણ ડયુ થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંસદીય કમીટી સમક્ષ તા.૪થીરર ડિસેમ્બર વચ્ચે સંસદનું શિયાળુ સત્ર યોજવાનો એજન્ડા છે પણ જે રીતે ખાસ કરીને ૫.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના બાગી સાંસદો જે એનડીએના ટેકામાં છે તેઓને તા.૨૦થી૩૦ નવેમ્બર દિલ્હી અથવા કોલકતામાંજ રહેવા ભાજપે સૂચના આપી છે તેથી એવી પણ ચર્ચા છે કે આ દિવસો વચ્ચે સંસદનું ટુંકુ સત્ર મળી શકે છે. મહત્વનું એ છે કે, સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતીની પાકી ખાતરી થઈ જાય તે બાદ જ તેમાં આગળ વધશે. વધુ એક વખત સરકારને પીછેહઠ કરવી પડે તે સ્વીકાર્ય બનશે નહી તે વચ્ચે એનસીપીમાં બે જૂથોના જોડાણની વાત તો ભાંગી પડી છે પણ આ પક્ષના સાંસદ સુપ્રીયા સુલેએ સંકેત આપ્યો કે જો નવા સિમાંકન બાદ તમામ રાજયોમાં ૫૦% બેઠકો વધતી હોય તો અમો ખરડાને ટેકો આપશું પણ ડીએમકેના ૨૯ સાંસદો મહત્વના છે. સરકાર હવે ખાસ સત્રનું જોખમ લેશે કે શિયાળુ સત્ર સુધી રાહ જોશે તેના પર નજર છે પણ આ નિર્ણય ઝડપથી લેવો પડશે. તેનું મુખ્ય કારણ જાન્યુઆરીમાં તો પાંચ રાજયોની | ધારાસભા ચુંટણીઓની જાહેરાત થઈ જશે પછી રાજકીય નિર્ણયો માટે સમય રહેશે નહી.
કૉંગ્રેસ તમામ રાજ્યોના પાટનગરમાં બંધારણ બચાવ યાત્રા યોજાશે
કોંગ્રેસ પક્ષે તા.૨૬ના રોજ દિલ્હીમાં જે વિશાળ બંધારણ બચાવ યાત્રા યોજવાની જાહેરાત કરી હતી તે રેલી હવે દિલ્હીમાં યોજાશે નહી. જો કે પક્ષે તેના તમામ રાજય એકમોને તેમના રાજયના પાટનગરમાં આ પ્રકારે રેલી યોજવાની સૂચના આપી છે. પક્ષના મહાસચીવ વેણુગોપાલને જણાવ્યું કે દિલ્હીનો કાર્યક્રમ હવે અન્ય કોઈ દિવસે યોજાશે. હવે તા.૨૬ના રોજ તમામ રાજયોના પાટનગરમાં જે યાત્રા યોજાશે તેની સાથે હવે દરેક બુથમાં વોટ-રક્ષક તૈનાત કરશે જે જે તે મતદારોના નામ જેઓ યાદીમાં નથી તેની તપાસ કરી જે માન્ય મતદારો છે તેમના નામ જોડવા માટે એ રવિવાર અભિયાન ચલાવશે.



