By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    2 days ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    2 days ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 weeks ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 weeks ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ
    1 minute ago
    દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
    38 minutes ago
    રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ
    3 hours ago
    10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી
    2 days ago
    જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 hours ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ
ગુજરાત

પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/11/16 at 2:47 PM
Khaskhabar Editor 7 minutes ago
Share
7 Min Read
SHARE

દુધાળા ગામે ગૌચર અને સરકારી જમીનો પર ગેરકાયદે કબજાનો RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાનો દાવો

RTIમાં મનરેગા, સુજલામ સુફલામ અને નદીના કામો પેટે ₹30.35 કરોડથી વધુની ચૂકવણીનો ખુલાસો થયાનો અરજદારનો દાવો

- Advertisement -

કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જવાની RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાની ચીમકી

જાણીતા ઉદ્યોગપતિ અને જળક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સામે સરકારી તથા ગૌચરની જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપો થતાં ગુજરાતમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રપતિ ભવન અને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામના RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ સરકારી વિભાગો પાસેથી મેળવેલી માહિતીના આધારે સવજીભાઈ ધોળકિયા અને તેમના ફાઉન્ડેશન સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, તેમને આપવામાં આવેલો પદ્મશ્રી પુરસ્કાર પરત ખેંચવાની પણ માંગ ઉઠાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લાઠી તાલુકાના દુધાળા ગામે જળક્રાંતિના નામે સરકારી ખરાબા અને ગૌચરની કિંમતી જમીનો પર કથિત રીતે ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા અનુસાર, આ જમીનો પર બાંધકામ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તેની આસપાસ તારની ફેન્સિંગ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આસપાસનાં ગામો અને ‘હેતની હવેલી’ સહિતના વિસ્તારોમાં સવજીભાઈ ધોળકિયા તથા તેમના સગા-સંબંધીઓનાં નામનાં બોર્ડ લગાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

જળસંચય અને જળક્રાંતિના ક્ષેત્રમાં જાણીતા નામ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયા સામે થયેલી આ રજૂઆતથી હવે મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. એક તરફ જમીનના કથિત દબાણના આક્ષેપો છે તો બીજી તરફ સરકારી યોજનાઓ હેઠળ થયેલી કરોડોની ચૂકવણીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. હવે સંબંધિત સરકારી વિભાગો દ્વારા આ ફરિયાદની તપાસ કરવામાં આવે છે કે કેમ, જમીનના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ચકાસણીમાં શું બહાર આવે છે તથા આક્ષેપો અંગે સવજીભાઈ ધોળકિયા અને તેમના ફાઉન્ડેશનનો શું પક્ષ છે તે જોવું મહત્ત્વનું રહેશે.

- Advertisement -

RTIમાં સરકારી ચૂકવણીના આંકડા સામે આવ્યાનો દાવો
આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચા સરકારી યોજનાઓ હેઠળ થયેલી નાણાકીય ચૂકવણીને લઈને થઈ રહી છે. RTI મારફતે મેળવેલી વિગતોના આધારે નાથાલાલ સુખડિયાએ દાવો કર્યો છે કે પાણી સંગ્રહ, તળાવો અને નદીઓના વિકાસનાં વિવિધ કામો માટે ધોળકિયા ફાઉન્ડેશનને સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ ફરિયાદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2017થી 2019 દરમિયાન મનરેગા યોજના હેઠળ પાણી સંગ્રહનાં કામો માટે રૂ. 2.33 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019થી 2025 દરમિયાન સુજલામ સુફલામ યોજના હેઠળ અકાળા, ચિતલ અને હરસુરપુર સહિતનાં ગામોમાં થયેલાં કામો માટે રૂ. 98 લાખ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. બીજી તરફ, વર્ષ 2023થી 2026 દરમિયાન લાઠી, પીપરીયા, બોડીયા, અંટાળીયા અને ગાગડીયા નદીઓના વિવિધ કામો પેટે સરકાર દ્વારા રૂ. 27.04 કરોડની માતબર રકમ ચૂકવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ, વિવિધ સરકારી યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. 30.35 કરોડથી વધુનાં બિલોની ચૂકવણી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત કેટલાંક કામોનાં રનિંગ બિલો પણ હજુ બાકી હોવાનું અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે.

સરકારી ગ્રાન્ટ છતાં પોતાના ખર્ચે કામ કર્યાનો જશ ખાટ્યાનો આક્ષેપ
નાથાલાલ સુખડિયાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સરકારી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવીને કામો કરવામાં આવ્યાં હોવા છતાં આ કામગીરી પોતાના ખર્ચે કરવામાં આવી હોય તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સરકારી નાણાંથી થયેલાં કામોનો શ્રેય ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપોની સત્યતા અને સરકારી ચૂકવણીની વાસ્તવિક સ્થિતિ સંબંધિત દસ્તાવેજો, ટેન્ડર, મંજૂરીઓ તથા હિસાબોની સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

તંત્ર કાર્યવાહી નહીં કરે તો આંદોલન અને કોર્ટમાં જવાની ચીમકી
આ સમગ્ર મામલે નાથાલાલ સુખડિયાએ સરકારને રજૂઆત કરી છે કે ગૌચર અને સરકારી જમીનોના કથિત દબાણની તટસ્થ તપાસ કરવામાં આવે, સરકારી નાણાંની ચૂકવણી અંગેના હિસાબોની ચકાસણી કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. જો સરકારી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટાપાયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જરૂર પડ્યે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

કામ સરકારી પણ નામ ધોળકિયા ફાઉન્ડેશનનું
આ સમગ્ર મામલે ફરિયાદી નાથાલાલ સુખડિયાનો મુખ્ય આક્ષેપ છે કે, જ્યારે પાણી સંગ્રહ અને નદીના વિકાસનાં કામો માટે સંપૂર્ણ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયો હોય ત્યારે આ કામો પોતાના ખર્ચે કર્યાં હોય તે રીતે ફાઉન્ડેશનના નામનાં બોર્ડ લગાવવાનો શું અર્થ છે? સરકારી યોજનાઓ હેઠળ થયેલી કામગીરીનો શ્રેય પોતાના ફાઉન્ડેશનના નામે દર્શાવવામાં આવતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. હવે આક્ષેપોની સત્યતા ચકાસવા માટે સંબંધિત વિભાગો દ્વારા કામોની મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર, માપપોથી (MB), બિલોની ચૂકવણી અને સ્થળ પર થયેલી વાસ્તવિક કામગીરીની તપાસ કરવી જરૂરી બની છે. સરકારી ગ્રાન્ટની રકમ અને ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલા ખર્ચ વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.

ગૌચરની જમીન પરથી દબાણ હટાવો, નહીં તો 26મીએ કલેક્ટર કચેરી સામે અર્ધનગ્ન આંદોલન!
લાઠી તાલુકાના દુધાળા ગામે ગૌચરની જમીન પર કથિત ગેરકાયદે દબાણનો મુદ્દો હવે ઉગ્ર બનવાના સંકેત મળી રહ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા સાથે સંકળાયેલા ધોળકિયા ફાઉન્ડેશન અને હેતની હવેલીના માલિકો સામે સરકારી માલિકીની ગૌચરની જમીન પર અનધિકૃત દબાણ કર્યાના આક્ષેપ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલાની હકીકત બહાર ન આવે તે માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા હોવાનો દાવો પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે વિવાદિત જમીનની તાત્કાલિક સરકારી માપણી કરાવવામાં આવે, સર્વે નંબર પ્રમાણે હદ-નિશાન નક્કી કરવામાં આવે અને ગૌચરની જમીન પર થયેલા તમામ કથિત અનધિકૃત દબાણો દૂર કરવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આગામી તા. 25 નવેમ્બર, 2026 સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 26 નવેમ્બરના રોજ અમરેલી કલેક્ટર કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

You Might Also Like

મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ

વર્ષ 1981માં રદ થયેલી સાંથણીનો 45 વર્ષે ચુકાદો: પડધરીમાં 5 એકર જમીન ખાલસા

રાજકોટમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી: લાભાર્થીઓને 31 લાખથી વધુની સહાયનું વિતરણ

રાજકોટ મનપામાં સામૂહિક બદલીનો ધડાકો વોર્ડ ઓફિસર સહિત 14 કર્મચારીઓની બદલી

રાજકોટવાસીઓ માટે મોટી રાહત: હવે RMCની વેબસાઈટ પરથી જ મળશે નવું ગેસ કનેક્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
Next Article શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ
વર્ષ 1981માં રદ થયેલી સાંથણીનો 45 વર્ષે ચુકાદો: પડધરીમાં 5 એકર જમીન ખાલસા
રાજકોટમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી: લાભાર્થીઓને 31 લાખથી વધુની સહાયનું વિતરણ
રાજકોટ મનપામાં સામૂહિક બદલીનો ધડાકો વોર્ડ ઓફિસર સહિત 14 કર્મચારીઓની બદલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાજકોટ

વર્ષ 1981માં રદ થયેલી સાંથણીનો 45 વર્ષે ચુકાદો: પડધરીમાં 5 એકર જમીન ખાલસા

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાજકોટ

રાજકોટમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી: લાભાર્થીઓને 31 લાખથી વધુની સહાયનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?