ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઇ અભિયાન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.જાગૃતિબેન તેરૈયા દ્વારા બન્ને યુનિટ ને માર્ગદર્શન મુજબ કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા કોલેજ આસપાસના રસ્તા તથા આંગણા સાથે બસ સ્ટેન્ડ નજીક સફાઇ કરવામાં આવેલ હતી. સાથોસાથ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં એન.એસ.એસના બન્ને યુનિટની બહેનો દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા એક થી ત્રણ ક્રમાંક મેળવનારને પ્રોત્સાહિત કરાયા હતાં. આ તકે સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઇ વાજા, પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવળ સહિત સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં.