ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ઈસમને 20 હજાર રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ સાથે પકડી પાડયા બાદ એ મોબાઇલ અમદાવાદ ખાતેથી ચોર્યાની કબુલાત કરતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે, નવી ખડપીઠ પાસે એક ઇસમ ચાલીને આવે છે. જેની પાસે ચોરી અથવા છળકપટ થી મેળવેલ મોબાઇલ ફોન હોવાની હકીકત મળતા નવી ખડપીઠ પાસે થી મુળ પાલીતાણા ભીલવાડા વિસ્તાર હાલ પોરબંદરમાં નવી ખડપીઠ દૈવીપુજકવાસ બાપા સિતારામના મંદીર પાસે રહેતા કરણ ઉર્ફે કાળો ડેડો બેજુભાઈ વાવેડીયા ઉ.વ.રર શંકાસ્પદ હાલતમાં મળી આવેલ.
- Advertisement -
જેની પાસેથી મોબાઇલ ફોન 3 નંગ- કુલ કી.રૂા. 20,000 મળી આવતા મજકુર પાસે સદરહું મોબાઇલ ફોનના બીલ કે આધાર માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા ધોરણસર અટક કરવામાં આવેલ. તેમજ મળી આવેલ મોબાઇલ ફોન પોતે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતા આગળની કાર્યવાહી કરવા માટે મજકુર ઇસમને મુદ્દામાલ સાથે કમલાબાગ પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ હતો.