કબાટ ખોલી તસ્કરો 8 તોલા સોનાના દાગીના, 50 હજાર રોકડા ચોરી ગયા
આજી ડેમ પોલીસે દોડી જઈ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ત્રંબામાં પોપ્યુલર હોસ્ટેલની બાજુમાં આવેલા વિસ્તારમાં રાત્રે બેથી ત્રણના ગાળામાં હરેશભાઈ જાદવભાઈ રૈયાણીના ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરેશભાઈ અને તેમના પત્ની સુતા હતા ત્યારે દંપતિને કાઇક સુંઘાળી દેતા તે સુતા રહ્યા હતા અને તેમની બાજુમાં રહેલા કબાટમાથી તસ્કરો આઠ તોલા સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ ચોરી લીધા હતા ચોરીને અંજામ આપી ભાગવા ગયેલ તસ્કરો સેટી સાથે અથડાતાં અચાનક હરેશભાઈ ભાનમાં આવી ગયા હતા તસ્કરો 8 ફૂટની દીવાલ કૂદી અંધારામાં અલોપ થઈ ગયા હતા પરંતુ તસ્કરોને પડકારી શકે તેવી હિંમત ન હતી હરેશભાઈએ જાગીને જોયું તો કબાટ ખુલ્લા હતા અને કબાટમાંથી રોકડ-દાગીના સહિતની મતા ગાયબ હતી જેથી તુરંત કંટ્રોલમાં જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એ બી જાડેજા, એસીપી, ડીસીપી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કવોડ સહિતનો કાફલો પણ દોડી ગયો હતો તસ્કરો ચોરીને અંજામ આપી વાડીઓમાં નાસી છૂટયાની શંકાએ તપાસ હાથ ધરી છે.