સુપ્રસિદ્ધ મેળામાં અશ્લીલતાનો વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે યોજવામાં આવતા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે અશ્લીલતાનો ડાઘ લાગ્યો હતો જેમાં તરણેતર મેળામાં કેટલીક યુવતીઓ પાસે ભોજપુરી ડાન્સ કરાવતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો તરણેતર મેળાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મેળામાં મોતના કૂવાના સ્ટેજ પર કેટલીક યુવતીઓ ભોજપુરી ડાન્સ કરી અશ્લીલતા ફેલાવી રહી છે.
- Advertisement -
ખરેખર સંસ્કૃતિને જીવંત રાખવા માટે યોજાતા મેળામાં આ પ્રકારની અશ્લીલતા ફેલાવવા સામે તે સમયે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઇ ન હતી પરંતુ બાદમાં એકાદ બે દિવસ પહેલા આ પ્રકારનો વિડિયો વાઇરલ થતાં તંત્રને ડહાપણ આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી. મેળામાં આ પ્રકારની અશ્લીલતા ફેલાવવા બદલ ચોટીલા પ્રાંત અધિકારીને તપાસ સોંપી કામગીરી હાથ ધરી છે.