ધોરાજીમાં પરમેશ્વર સમાન ગણાતા પતિએ પોતાની પત્નીની ફ્લોર પરથી ધક્કી મારીને કરપીણ હત્યા કરી નાખી છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આમારા ખાસ અહેવાલમાં
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મહિલાની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે જે બાદ મહિલા નીચે પટકતા તેમનું મોત થતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
- Advertisement -
“પતિ પરમેશ્વરે કરી નાંખી પત્નીની હત્યા”
“ફ્લોર પરથી ધક્કો મારી ઉતારી દીધી પત્નીને મોતને ઘાટ”
“પતિ-પત્ની વચ્ચેના થયેલ ઝગડામાં પત્નીની કરી નાંખી હત્યા”
- Advertisement -
ધોરાજીની ચિસ્તીયા નગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા અને બબાલ પણ સર્જાતી હતી ત્યારે આ બબાલને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવી અને પત્ની જીન્નતબેન જયારે પોતાની ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેમના પતિ ઇમ્તીયાઝ દ્વારા ધક્કી મારી દીધેલ ત્યારે ઉપરથી નીચે પટકાતા મહિલાનું મોત થયું હતું.
પતિ-પત્ની વચ્ચે થયેલ ઝગડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ અને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના બાદ પોલીસે તુરંત ચક્રો ગતિમાન કરી અને હત્યારા પતિને ગણતરીની કલાકોમાં જ ઝડપી પડ્યો છે અને સમગ્ર મામલે પુછતાછ અને આગળની તપાસના ધમધમત શરૂ કર્યા છે.
ધોરાજીના ચિસ્તીયા કોલોનીમાં પરમેશ્વર સમાન પતિએ જે રીતે પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે ત્યારે સમગ્ર ધોરાજી પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ હત્યારા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


