ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધ ટવીન ટાવર નામની બિલ્ડિંગની લીફ્ટના ડોર ઓપરેટીંગની ડોર ડ્રાઈવ નંગ 2ની ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચોરી કરતાં ઈસમને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે માલવીયાનગર પોલીસે ઝડપી પાડ્યો છે.
- Advertisement -
ગત તા. 12-ના રાત્રિના સમયે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી પોતાની ધ ટવીન ટાવર નામની બિલ્ડિંગમાંથી ગત તા. 4-8ના કલાક 18-30થી દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ટાવરમાંથી બીજા માળે આવીને ટાવરમાં રહેલ લીપની ડોર ડ્રાઈવ નંગ 2 જેની કિં. રૂા. 65000ની ચોરી થયા અંગેની ફરિયાદ જાહેર કરતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો જાહેર થયેલો હતો.
આ બનાવ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-2 જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર બી. જે. ચૌધરી દક્ષિણ વિભાગનાઓએ સદરહુ ગુન્હાના કામે ચોરી કરનાર ઈસમોને ત્વરીત પકડી પાડી મુદ્દામાલ રિકવર કરી ગુન્હો ડીટેક્ટ કરવા સૂચના કરેલી હોય જે બાદ માલવીયાનગર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા તા. 13ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. એસ. એ. સિન્ધી તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્કોડના પો.હે.કો. જયદેવસિંહ પરમાર તથા પો.કો. મયુરદાન બાટી તથા જયદિપસિંહ ભટ્ટીનાઓને સંયુક્ત રીતે ખાનગી હકીકત મળેલી હતી. જે હકીકત આધારે ગોંડલ ચોકડી પાસે આવેલા ખેતલા બાપા ટી સ્ટોલ ખાતેથી આરોપી હાર્દિક દિનેશભાઈ સવાણી (ઉ.વ.33)ને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી અનડિટેક્ટ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ કામગીરી પો.ઈ. જે. આર. દેસાઈ તથા પો.સ.ઈ. એસ. એ. સિન્ધી તથા પો.હે.કો. અજયભાઈ વિકમા, જયદેવસિંહ પરમાર, દિનેશભાઈ બગડા તથા પો.કો. ભાવેશભાઈ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા હાથ ધરાઈ હતી.