શહેર પોલીસ રાજકોટ પર આવેલી આકાશી આફ્તમાં ખડેપગે રહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તહેવારોની શરૂઆત રાંધણછઠના દિવસથી જ મેઘરાજા મેદાનમાં ઉતરી આવ્યાં હતાં અને રાજકોટ શહેરમાં તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ધરોહર લોકમેવિસ્તારોમાંળો શરૂ થાય તે પહેલાં જ સટાસટી બોલાવી દિધી હતી. ત્યારબાદથી સતત અવિરત રહેલો વરસાદ આજ સુધી અવિરત રહ્યો હતો. 20 ઇંચથી વધું પડેલા વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં હતાં. રાજકોટ સહિત ગુજરાતભરમાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદની હેલીથી રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ધસમસતું પાણી ઘુસી આવ્યું હતું અને મકાન, મંદિર, દુકાનોમાં પાણી ઘુસી ગયાં હતાં અને અનેક લોકો સાથે અબોલ જીવો પણ ફસાયા હતાં. ત્યારે શહેર પોલીસની ટીમ સતત ફિલ્ડમાં રહી હતી અને કમ્મર સમાં પાણીમાં જીવની બાજી લગાવી તેમાં ઉતર્યા હતાં.અનેક લોકોની સાથે સાથે શહેર પોલીસએ અબોલ જીવોના પણ રેસ્ક્યુ કરી જીવ બચાવી સરાહનીય કામગીરી કરી હતી.
- Advertisement -
મૂડી કરતાં વ્યાજ વ્હાલું: આ કહેવત સાર્થક કરતા દાદીમા
છેલ્લા પાંચ દિવસથી વરસાદે જોર પકડ્યું છે. અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. ગઉછઋ અને પોલીસ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું હતું ત્યારે આજી ડેમ પાસે એક દાદીમા તેના પૌત્રને હેમખેમ રેંકડીમાં ઘરે લઈ જતાં નજરે પડી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે અને સમજી શકાય છે કે મૂડી કરતાં વ્યાજ વ્હાલુ હોય છે.