ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની અગ્રીમ હરોળની સેવા સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા સતત 21માં વર્ષે આર્થિક નબળા અને જરૂરતમંદ પરિવારના વિદ્યાર્થીઓ તેમજ એકરંગ છાત્રાલયની મનોદિવ્યાંગ દીકરીઓને રોટરી ગ્રેટર ભવન, કોઠારી નિદાન કેન્દ્રની બાજુમાં ખાતેથી સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચબોક્સ, વોટર બોટલ, કંપાસ સહિતની સમૃદ્ધ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા ખરા અર્થમાં જરૂરિયાતમંદ પરિવારને શોધી અને તેને આ શૈક્ષણિક કીટનું કુપન આપવામાં આવે છે અને તે કુપન સાથે આવનાર બાળક અને તેના માતા-પિતાને કુપન રજૂ કર્યા બાદ આ શૈક્ષણિક કીટ આપવામાં આવે છે.
- Advertisement -
આ શૈક્ષણિક સાધન સહાય કીટ વિતરણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, અલ્પેશભાઈ પલાણ, હેમાક્ષીબેન ગોડાદરા, કિરીટભાઈ પટેલ, ડી. વી. મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, ડો. નેહલભાઈ શુક્લ, નીરજભાઈ મહેતા, રાજુભાઇ ભંડેરી, વિક્રમભાઈ પૂજારા, પ્રવીણભાઇ નિમાવત, માવજીભાઈ ડોડીયા, સરોજબેન કકસનીયા, દર્શિતભાઇ જાની, કિરેનભાઈ છાપિયા, રમાબેન હેરભા, એચ. એ. નાકાની, ભાવેશભાઇ પારેખ, કિરીટભાઈ પાંધી સહિતના સમાજજીવનના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સર્વે બીપીનભાઈ દામોદરદાસ પલાણ પરિવાર, વિશ્ર્વાબેન ચગ, વિરાંશભાઈ માખેચા, કુંજલતાબેન ઘોડાદરા, હેમાક્ષીબેન ઘોડાદરા, ડો. મયંકભાઇ ઠક્કર, કિરીટભાઈ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, જયપ્રકાશ ફૂલારા, નીરજભાઈ મહેતા, સ્વ. હરિભાઈ ડોડીયા પરિવાર, સ્વ. જયેન્દ્રભાઈ ગોહેલ, સ્વ. દિલીપભાઈ કેસરિયા, ચંદ્રેશ પરમાર, સ્વ. પ્રફુલ્લભાઇ વોરા પરિવાર, સ્વ. હરિસિંહજી રાજપુરોહિત પરિવારનો સહયોગ સાંપડેલો છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, રસિક મોરધરા, રાજન સુરૂ, નીતિન જરીયા, ધવલ પડીઆ, જયપ્રકાશ ફુલારા, હર્ષદ ચોકસી, વિરલ પલાણ, રિતેશ ચોકસી, રોહિત સિદ્ધપુરા, મિલન વોરા, સાવન ભાડલિયા, અલ્પેશ ગોહેલ, ધર્મેશ સોની, પુનિત બુંદેલા, જીતેશ સંઘાણી, જીજ્ઞેશ આહીર, અભિજીત શિયાર, રાજ ચાવડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.