નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત એવોર્ડ સેરિમની કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનને બેસ્ટ એવોર્ડ મળ્યો હતો. આ તકે એસોસિયેશન વતી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા તથા એક્ઝિક્યુટિવ મેમ્બર રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ – વાવડી રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ) દ્વાર આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાજી, ભારત સરકારના કેન્દ્રીય કેબીનેટ મંત્રી કિરણ રિજ્જુજી , ઓલ ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ કલ્યાણ ચોબેજી તથા મિઝોરમ સરકાર ના કેબીનેટ મંત્રી ટેટે હમરજી સહિત ભારત ભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા