By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    2 days ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    5 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મસાલા કે ઝેર ! મસાલા ઉત્પાદન કરતી 110 કંપનીના લાયસન્સ રદ્દ કરાતાં બજારમાં ભૂકંપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મસાલા કે ઝેર ! મસાલા ઉત્પાદન કરતી 110 કંપનીના લાયસન્સ રદ્દ કરાતાં બજારમાં ભૂકંપ
રાષ્ટ્રીય

મસાલા કે ઝેર ! મસાલા ઉત્પાદન કરતી 110 કંપનીના લાયસન્સ રદ્દ કરાતાં બજારમાં ભૂકંપ

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 5:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8

ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગે તાજેતરમાં મસાલ ઉત્પાદક કંપનીઓ પૈકી ગરબડ કરી વિદેશમાં માલ સપ્લાય કરતી 110 કંપનીઓના લાયસન્સ રદ કરી લાલ આંખ કરતાં મસાલા બજારમાં ભારે હડકંપ મચી જવા પામી છે. ક્વોલીટી ચેકીંગ દરમ્યાન ગેરરિતીઓ બહાર આવતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. દેશભરમાંથી ચાર હજાર જેટલા સેમ્પલ એકત્રિત કરીને પ્રયોગશાળામાં તપાસ કરાવતાં મોટી ખ્યાતિ ધરાવતી નામચીન કંપનીઓની કરતૂતો બહાર આવતાં તંત્રએ 110 ઉપરાંત કંપનીઓના લાયસન્સ રદ કરીને ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા માટે નોટિસો ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

હાલમાં મસાલાની ગુણવત્તા ચેક કરતી પરીક્ષણ લેબોરેટરીઓની ઓછી સંખ્યા સામે સેમ્પલો હજારોની સંખ્યામાં હોવાથી રિપોર્ટ આવતાં ખૂબ સમય લાગી રહ્યો છે. જેમ જેમ રિપોર્ટ બહાર આવશે તેમ તેમ આગામી સંખ્યામાં કેટલીય અન્ય મસાલા કંપનીઓના લાયસન્સ રદ થઈ શકે તેમ છે. સરકારે ગરબડ ભેળસેળ કરતી કંપનીઓના લાયસન્સ રદ કરી ધંધો કરવાની સૂચનાની સાથે હાજર સ્ટોક પણ સીલ કર્યો છે.
મસાલા કંપનીઓના સેમ્પલોમાં કેન્સરના રોગનું કારણ બની શકે તેવા પદાર્થો જેવા કે ઈથેલિન ઓકસાઈડની માત્રા નિયત મર્યાદા કરતાં વઘુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં બહાર આવતાં સરકારે તાત્કાલિક અસરથી પગલાં લઈ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કેરાલા તથા તમિલનાડુની નાની-મોટી કંપનીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ જેવા રાજ્યોની મસાલા કંપનીઓના સેમ્પલોની લેબોરેટરી તપાસ હાલમાં ચાલી રહી છે.

ભારત સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટો નિકાસકાર દેશ
મસાલા ઉદ્યોગમાં ભારત સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે. આજકાલ ભારતીય મસાલામાં ઈથીલીન ઓક્સાઈડ એટલે કે પેસ્ટીસાઈડ કિટનાશક દવાઓનું પ્રમાણ વઘુ હોવાનો ઈસ્યુ વિવાદાસ્પદ બન્યો છે. આ સંદર્ભે સિગાપોર, હોગકોગ તરફથી રાવ ઉઠી છે. અને ભારતીય મસાલાના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા તથા યુરોપીય દેશોમાં પણ ભારતીય મસાલા બ્રાન્ડેડ કંપનીઓના માલોની પરિક્ષણ બાદ વપરાશમાં છુટ આપવા કડક નિયમો હાથ ધરવામાં આવ્યા છે. પાડોશી દેશ નેપાળે પણ દેશની બે અગ્રણી મસાલા બ્રાન્ડેડ કંપનીઓના ઉત્પાદનોના આયાત તથા વપરાશ સામે પ્રતિબંધ જાહેર કરતાં ભારતીય મસાલાની આબરૂના ધજાગરા ઉડ્યા છે.

ગુજરાતમાં પણ મસાલામાં ભેળસેળનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં પણ જીરૂ, હળદર, ધાણા જેવા મસાલાઓમાં ધોળે દિવસે ભેળસેળનું પ્રમાણ અતિશય હોવા છતાં ભ્રષ્ટ સરકારી તંત્રને કારણે ખુલ્લેઆમ અસમાજિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે. ભેળસેળ યુક્ત મસાલા તથા ખાદ્યચીજોના બેફામ વપરાશને કારણે પ્રજાનું સ્વાસ્થ પણ જોખમાયુ છે અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ નોંધપાત્ર અને સતત વધી રહ્યું છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાં લેવામાં આવે તે અંત્યત જરૂરી બન્યું છે. દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું રહેતાં ખરીફ પાકોનું વાવેતરનું કામકાજ પૂરજોશમાં શરૂ થયેલ છે.

- Advertisement -

ભારતીય જીરાની માંગ ઝડપથી વધશે
ખરીફ સીઝનમાં કઠોળ તથા તેલીબિયાંની ખેતી ઉપર વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે મસાલામાં સૌથી વઘુ વપરાશ તથા વેપાર ધરાવતા જીરામાં આજકાલ તુર્કી તથા સિરિયાના જીરાના નવા પાકના ખુલી રહેલા બજાર ઉપર ઘ્યાન કેન્દ્રિત થયેલ છે. જો પાક બજારમાં લેટ આવશે તો ભારતીય જીરાની માંગ ઝડપથી વધશે તેમ છે. સાથે સાથે ચીનમાં અતિવૃષ્ટિને કારણે 35થી 40 ટકા જીરાનો પાક ધોવાઈ ગયો હોવાથી ભારતીય જીરાની ડિમાન્ડ આવશે તેવા અહેવાલોથી જીરા બજારમાં કરંટ જળવાઈ રહે તેવી ગણતરી વેપારી વર્ગમાં પ્રવર્તી રહી છે. મે-જૂન માસમાં દેશાવરની માંગ નબળી રહેતાં મંદીનું પ્રેસર જળવાયેલું રહ્યું છે. ચીનમાં નવા જીરાની આવકો ચાલુ હોવા છતાં ગયા મહિને ભારતમાંથી 100 ઉપરાંત કંટેનરો જેટલા જીરાના સોદા થયા હોવાના અહેવાલો છે.

You Might Also Like

કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે

અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ

મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી

ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત

મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે

TAGGED: licenses, spices
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કચ્છ, દ્વારકા બાદ કોડિનારના છારા બંદરેથી 10 પેકેટ ચરસ મળ્યું
Next Article રાજકોટની ગ્રીનપ્લાય કંપનીની ઓફિસમાંથી ચેક ચોરી રૂ.1.98 કરોડ ઉપાડવાનો પ્રયાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?