PI સહિત 22 સામે રાયોટીંગ હત્યાની કોશિષ, લૂંટનો ગુનો નોંધાયો
PIની દાદાગીરી, મળતીયા દ્વારા હુમલો કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢના વંથલી નજીક આવેલ ગાદોઇ ટોલ નાકે ગઇકાલે બપોરના 4 વાગ્યાના અરસામાં કોડીનારના પીઆઇ આર.એ.ભોજાણી સહિતના શખ્સોએ માથાકુટ કરી હોવાનું સામે આવ્યુ છે ત્યાર પછી ફરિયાદ કરવા ગયેલા ટોલનાકાના ટીસી અને સંચાલક ઉપર ચાર જેટલી ગાડીઓમાં આવેલા રર જેટલા શખ્સોએ હુમલો કરીને લૂંટ કર્યાનું સામે આવતા પોલીસે પીઆઇ સહિત રર જેટલા ઇસમો સામે રાયોટીંગ, હત્યાની કોશિષ, લૂંટનો ગુન્હો દાખલ કરીને પકડવા માટે ટીમો દોડાવી છે. ગાદોઇ ટોલનાકા સંચાલક રાજેશભાઇ છૈયાએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે ટોલનાકાએ ટીસી ભાવેશભાઇ મનસુખભાઇ ટાટમીયા ફરજ ઉપરહતા ત્યારે અચાનક કાળા કલરની સ્કોર્પીયો કાર આવી અને તેમાંથી પીઆઇ ભોજાણીએ કાર્ડ બતાવ્યુ હતુ બાદમાં કાર્ડ નીચે પડી જતા જે મુદે પીઆઇ સાથે ભાવેશભાઇને રકઝક થયેલ હતી.
ત્યારે કારમાંથી બે અજાણ્યા શખ્સો ઉતર્યા અને તેઓએ ટીસી ભાવેશભાઇને બુથમાંથી બળજબરીથી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જે મુદ્દે અમોઅને ભાવેશભાઇ વંથલી પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલા ત્યારે તે તપાસ માટે વંથલી પીએસઆઇરાણા ટોલનાકે સીસીટીવી ચેક કરવા અમોને બોલાવતા અમો બંને ટોલનાકે આવતા હતા ત્યારે રસ્તામાં અચાનક 3-4 શખ્સો કારમાં આવેલા ર0 થી રર જેટલા શખ્સોએ અમોને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કરીને મોબાઇલ લૂંટીને માર માર્યો હતો. જેથી અમોને હાલ જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે એસપી હર્ષદ મહેતાએ કહ્યુ કે, હાલ ફરિયાદીની ફરિયાદ ઉપરથી પીઆઇ ભોજાણી સહિતના 20 થી રર જેટલા શખ્સો સામે વંથલી પોલીસમાં રાયોટીંગ, હત્યાની કોશિષ, લૂંટનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પીઆઇ હોવાથી કેસની ગંભીરતાને ઘ્યાને લઇને ડીવાયએસપી, જૂનાગઢ એસઓજી,એલસીબી, વંથલી પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. જયારે વંથલી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.ક. 307, 397, 325, 323, 143, 147, 148, 149, આર્મ્સ એક્ટ ક 25(1-બી)એ, જી.પી.એ.ક.135 (GJ 109, 311, 117(ર), 115(ર), 189(ર), 191(1), 190) મુજબ ગુનો દાખલ જેની વધુ તપાસ કેશોદ ડિવાઇએસપી બી.સી.બી.સી.ઠકકર વધુ તપાસ હાથ ધરી છે.
ટોલ કર્મી રાજેશભાઇ અરજણભાઇ છૈયાની ફરિયાદ: પોલીસે વધુ તપાસ હાથ ધરી
વંથલી પાસેના ગાદોઇ ટોલ કર્મી રાજેશ છૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પીઆઇ ભોજાણી તથા તેની સાથે આવેલ એક માણસ કાળા કલરના સ્કોરપીયો રજી. નં. GJ 32 A.A.5955 સાથે ગાદોઇ ટોલનાકે નિકળતા ટોલનાકાના કર્મચારીએ આઇકાર્ડ માંગતા તેની સાથે બોલાચાલી ઝગડો કરી પિસ્તોલ બતાવેલ જે બાબતે રાજેશભાઈ છૈયા તથા પી.આઇ. ભોજાણીને સમાધાન થઇ ગયેલ અને ફરિયાદી પરત ગાદોઇ ટોલનાકા તરફ જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ ઉપરોક્ત બનાવનો ખાર રાખી તમામે એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તમામે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ તેમના ફોરવ્હીલ વાહનોમાં આવી પિસ્તોલ તથા લોખંડના પાઇપો તથા લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સાહેદ ભાવેશભાઇ ટાટમીયાને જાનથી મારી નાખવાના ઇરાદે બ્રેજા ગાડી ભટકાવી પછાડી દઇ ફરિયાદીને તથા સાહેદ ભાવેશભાઇને શરીરે આડેધડ માર મારી ફરિયાદીને ડાબા પગથી ગોઠણની નીચે નળામાં ફ્રેક્ચર તથા જમણાં હાથના કાંડામાં ફ્રેક્ચર તથા ડાબા હાથની કોણી ઉપર ફ્રેક્ચર તથા શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ તથા સાહેદ ભાવેશભાઇને ડાબા ગાલ ઉપર તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી સાહેદ ભાવેશભાઇ પાસે રહેલ ફરિયાદીનો મોબાઇલ ફોન કિ.રૂ. આશરે 20000ની લુંટ કરી જિલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાં ભંગનો ગુનો કરતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.