194 મગરને કાઢીને બીજી જગ્યાએ ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલ લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવુ છે કે, આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે.
કેવડિયા વિસ્તારના વન અધિકારી વિક્રમસિંહ ગભાનિયાએ આ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, કેવડિયામાં સરદાર વલ્લભ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુલી સરોવર આવેલું છે. જે દુનિયાભરના મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ સરોવરમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હતા, જે મુસાફરો માટે ખતરો બની શકે તેમ હતા.
- Advertisement -
વિક્રમસિંહ ગભાનિયાએ જણાવ્યું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનાં રાખીને વર્ષ 2019-20 માં મગરોના શિફ્ટિંગનું કામ શરૂ કરાયુ હતું. તે વર્ષે કુલ 143 મગરોને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા હતા. ગત વર્ષે 51 મગરોને ગાંધીનગર તથા ગોધરાના બે રેસ્ક્યૂ કેન્દ્રોમાં મોકવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, આટલી મોટી સંખ્યામાં મગરોને શિફ્ટ કરાયા છતા હજી પણ સરોવરમાં મોટી સંખ્યામા મગર રહેલા છે.


